Friday, January 31News That Matters

Author: Aurangatimes Team

દમણમાં ધોરણ 1 થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આદેશ

દમણમાં ધોરણ 1 થી 8ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઈન શરૂ કરવાનો આદેશ

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બુધવારે એક સામટા 17 કોરોનાનાં કેસ આવતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને તાત્કાલિક એક આદેશ બહાર પાડી દમણની 1 થી 8 સુધીની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાને બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી નવો આદેશ ના થયા ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તેવી સૂચના અપાઈ છે. દેશભરમાં ફરી એકવાર કોરોના ના અને ઑમીક્રોનના કેસ વધી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ બુધવારે 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 20 પર પહોંચ્યો છે. ત્યારે કોરોના કેસમાં અચાનક આવેલા ઉછાળા બાદ પ્રશાસન પણ સફાળું જાગ્યું છે. પ્રશાસને બુધવારે નવો આદેશ બહાર પાડ્યો હતો. જે મુજબ ગુરુવાર 6 જાન્યુઆરીથી દમણની તમામ સરકારી / અર્ધ સરકારી / ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફલાઇન અભ્યાસક્રમ બંધ કરવામાં આવે. પ્રશાસને શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર...
વાપી રોફેલ MBA કોલેજમાં સમન્વય 2021-22નું આયોજન, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા

વાપી રોફેલ MBA કોલેજમાં સમન્વય 2021-22નું આયોજન, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા

Gujarat, National
વાપીમાં આવેલ રોફેલ MBA કોલેજમાં બુધવારે સમન્વય 2021-22 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય નેશનલ ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર રજૂ કરીને તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લઈ રોફેલ MBA કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવાનું હતું. જેેમાં MBA ફેકલ્ટી ના 40 જેટલા વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર 6 જેટલા પ્રાધ્યાપકોને મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.  વાપીમાં આવેલ રોફેલ કોલેજમાં ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સમન્વય 2021-22 નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે MBA કોલેજના પ્રોફેસર અને ડાયરેકટર કેદાર શુક્લાએ વિગતો આપી હતી કે, રોફેલ MBA કોલેજમાં એકેડેમિક યર મુજબ 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ એકેડેમિક અને બિઝનેસ રિ...
વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શો, VIA હોલમાં બુકીંગ ફૂલ

વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શો, VIA હોલમાં બુકીંગ ફૂલ

Gujarat, National
એક તરફ ઑમીક્રોન-કોરોના વાયરસના કારણે દહેશતનો માહોલ છે. આરોગ્ય વિભાગ લોકોને સાવચેત રહેવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની ભલામણ કરી રહ્યું છે. સરકારી કચેરીઓમાં બંને વેકસીનના ડોઝ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવાની તંત્ર ગુલબાંગ પોકારી રહ્યું છે. ત્યારે આવા માહોલમાં વાપીના VIA ઓડિટોરિયમમાં 4 જાન્યુઆરીએ કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શો યોજાવાનો છે. જેને લઈને નગરજનોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે કે, કોરોના સંક્રમણ ના સમયમાં આવા શૉ ને પરમિશન આપી તંત્ર કોરોનાને આમંત્રણ આપી રહ્યું છે. આ અંગે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 4 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યે વાપીમાં VIA ઓડિટોરિયમમાં The comedy fectory indiaનો 6ઠ્ઠો કોમેડી શૉ યોજાવાનો છે. આ કોમેડી શોને ઝાકીર ખાન નામના કોમેડિયન હોસ્ટ કરશે. આ કોમેડી શૉ માટે વડોદરાની એક એજન્સીએ વાપીમાં VIA ઓડિટોરિયમ બુક કરી તમામ ટ...
વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ, આઈ ચેક અપ કેમ્પનું આયોજન

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ, આઈ ચેક અપ કેમ્પનું આયોજન

Gujarat, National
વાપીમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા ઉપાસના સ્કૂલ ખાતે 12માં રક્તદાન કેમ્પનું તેમજ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 214 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. જ્યારે 105 લોકોએ નેત્ર ચેકઅપનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 વરસથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. ગત વર્ષે 207 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ વખતે 214 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. જ્યારે 105 લોકોએ નેત્ર ચેકઅપનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પનો ઉદ્દેશ્ય રક્તની ઘટ નિવારી દરેક સમાજના લોકો માટે ઉપયોગી બનવાનો છે. એ ઉપરાંત આગામી સમયમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનો હોવાનું જણાવ્યું હતું.  રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો.....
દમણમાં NGO ના બોગસ લેટર લઈ પૈસાની ઉઘરાણી કરતી મહિલા ગેંગ ફરી સક્રિય

દમણમાં NGO ના બોગસ લેટર લઈ પૈસાની ઉઘરાણી કરતી મહિલા ગેંગ ફરી સક્રિય

Gujarat, National
વર્ષ 2022ના પહેલા જ દિવસે બોગસ NGOનો લેટર લઈને કેટલીક મહિલાઓ દમણમાં સગીરાઓ સાથે ઉઘરાણી કરવા નીકળી પડી હતી, જેમાની એક મહિલા દમણની સરકારી કોલેજ સામે ઉભી રહીને કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ સામે કાકલૂદી ભર્યા ચહેરે 20 થી 50 રૂપિયાની ઉઘરાણી કરતી નજરે ચઢી હતી.   વલસાડ જિલ્લામાં અને દમણમાં અવારનવાર કેટલીક મહિલાઓ NGO ના ખોટા પત્ર બતાવી શહેરીજનોને લૂંટતી હોય છે. આવી ગેંગ સામે આ પહેલા અનેકવાર લોકોએ જાગૃતિ બતાવી ભગાડી છે. જે બાદ દમણમાં ફરી નવા વર્ષના પ્રથમ દિવસે જ  આવી મહિલાઓ સક્રિય થઈ છે. દમણમાં શનિવારે ત્રણ નાની ઉંમરની સગીરાઓ સાથે એક મહિલા કોલેજના વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતી હતી. મહિલા રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઉભા રાખીને બોગસ લેટરની કોપી બતાવતી હતી. સવારથી બપોર સુધી આ મહિલા કોલેજના ગેટ સામે જ ઉભી રહીને અનેક લોકો પાસે ઇમોશનલી બ્લેકમેઇલ કરીને નાણાં ઉઘરાવતી હત...
વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા

વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા

Gujarat, National
વર્ષ 2021માં વલસાડ જિલ્લામાં કાર્યરત 108 સેવાને 31000 થી વધુ ઈમરજન્સીના કોલ મળ્યા વલસાડ જિલ્લામાં કુલ 24 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેને વર્ષ 2021 માં આશરે 31000 થી પણ વધુ ઈમરજન્સીના કોલ પ્રાપ્ત થયા હતા. જેમા 108 સેવાના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  કોરોના મહામારીના કપરા સમય દરમ્યાન પણ 108 સેવાના કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી રહી છે અને કોરોનાના લક્ષણો ધરાવતા 1600 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2021 મા 108 એમ્બ્યુલન્સમા સૌથી વધુ 9870 જેટલા પ્રસૃતીને લગતા કોલ નોંધાયેલ છે. જો  આંકડાવાર માહિતી જોઈએ તો માર્ગ અકસ્માતના 4228 કોલ, પેટમા દુખાવાના 3712 કોલ,  શ્વાસની તકલીફ ના 1860 કોલ, તાવના 1388 કોલ, હૃદય રોગને લગતા 686 કોલનો સમાવેશ થાય છે.  હાલમા પણ 108 ઈમરજન્સી સેવા દ્વારા દરરોજના રા...
દમણના મટકા કિંગ સહિતના જુગારિયાઓએ  31st માં કમાણી કરવા અડ્ડાઓ શરૂ કર્યા?

દમણના મટકા કિંગ સહિતના જુગારિયાઓએ 31st માં કમાણી કરવા અડ્ડાઓ શરૂ કર્યા?

Gujarat, National
દમણમાં આ વખતે કોવિડ ગાઈડલાઈનને કારણે રાત્રીના 12 વાગ્યે યોજાતી DJ વિથ ફૂડ એન્ડ લિકર પાર્ટી પર પાબંધી લાગી છે. પરંતુ આવા સમયે પણ દમણના મટકા કિંગ ગણાતા સાજને તગડી કમાણી કરવા તેમના અડ્ડા પર તડામાર તૈયારીઓને આખરી આપ આપી ધંધો શરૂ કરી દીધો હોવાની વિગતો સૂત્રો તરફથી સાંપડી છે. ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં દર વર્ષે 31મી ડિસેમ્બરે દેવકા બીચ સહિતની હોટેલોમાં પ્રવાસીઓ માટે DJ નાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતના સુરતીલાલાઓ અને અન્ય શહેરો તેમજ રાજ્યના હજારો પ્રવાસીઓ અવનવી પેકેજ ઓફરમાં 31st લાસ્ટ નાઇટની મજા માણવા આવે છે. શરાબ-શબાબ અને કબાબની આ મહેફિલોમાં જુગાર કલબની પણ ભારે બોલબાલા હોય છે. જેને ધ્યાને રાખી દમણમાં ફરી એક વાર તગડી કમાણી કરવા તંત્રની મીઠી નજર હેઠળ જુગારધામના સંચાલકો સક્રિય થયા છે. જેમ શ્રાવણ આવે અને દમણમાં ડાભેલ, પાતલિયા, દેવકા બીચ પર જુગાર...
વલસાડ-પાલઘર સરહદે 3.6 અને 2.2ના ભૂકંપના આફ્ટર શોક, લોકોમાં ગભરાટ

વલસાડ-પાલઘર સરહદે 3.6 અને 2.2ના ભૂકંપના આફ્ટર શોક, લોકોમાં ગભરાટ

Gujarat, National
વાપીથી 36 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કુર્ઝે અને સુત્રાપાડા ગામ નજીક વહેલી સવારે 2 ભૂકંપના આંચકાથી મીઠી નીંદર રહેલા લોકો સફાળા જાગી ગયા હતાં. વહેલી સવારે 5:32 વાગ્યે 2.2 ની તીવ્રતાનો અને 5:35 વાગ્યે 3.6ની તીવ્રતાના આ આફટરશોક હતાં.  પાલઘર તાલુકામાં નોંધાયેલ આ આંચકા અંગે સિસમોલોજિકલ વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ બને આંચકાનું કેન્દ્ર બિંદુ વલસાડ જિલ્લાના વાપીથી 36 અને 33 કિલોમીટર દૂર નોંધાયું હતું. જે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તલાસરી તાલુકામાં આવેલ કુર્ઝે ગામ અને સુત્રાપાડા ગામ નજીક હતું. વહેલી સવારે 5:32 વાગ્યે આવેલ પ્રથમ આંચકો 2.2 રિકટર સ્કેલનો હતો. જ્યારે તે બાદ 5:35 વાગ્યે આવેલ આંચકો 3.6 રિકટર સ્કેલનો હતો.  Letutude મુજબ 20.152 અને Longitude મુજબ 72.901 પર જમીનમાં 10 કિલોમીટર નીચે પ્રથમ આંચકો અનુભવાયો હતો. જ્યારે 5:35 વાગ્યે 3.6 રિકટર સ્કેલનો નોંધ...
31st ડિસેમ્બરે પીધ્ધડો પર વલસાડ પોલીસ બોલાવશે તવાઈ, દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો

31st ડિસેમ્બરે પીધ્ધડો પર વલસાડ પોલીસ બોલાવશે તવાઈ, દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો

Gujarat, National
દેશભરમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ લાવવામાં પોલીસને સફળતા મળી છે. તેમજ આગામી 31st ને ધ્યાને રાખી વલસાડ જિલ્લાની સરહદે નાકાબંધી કરી પીધેલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાશે તેવું વાપીની મુલાકાતે આવેલા સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું.   સુરત રૂરલ સહિત દક્ષિણ ગુજરાતના રેન્જ IG રાજકુમાર પાંડિયન શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. જેમાં IG પાંડિયને સૌ પ્રથમ વલસાડ ખાતે પોલીસ જવાનોની પરેડ નિહાળી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જિલ્લાના વાપી સહિતના પોલીસ મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન વાપી ટાઉન ખાતે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત રેન્જમાં આવતા 4 જિલ્લાની પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2016 બાદ વર્ષ 2021મા...
કોન્ટ્રાક્ટરો સાવધાન! વાપી પાલિકાની અનોખી પહેલ! દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

કોન્ટ્રાક્ટરો સાવધાન! વાપી પાલિકાની અનોખી પહેલ! દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Gujarat
વાપી નગરપાલિકામાં યોજાયેલ ચૂંટણી બાદ ભાજપે સત્તા કબ્જે કરી છે. જેમાં પ્રમુખ તરીકે કાશ્મીરા શાહને અને ઉપપ્રમુખ તરીકે અભય શાહને પાલિકાનું સુકાન સોંપ્યું છે. જેઓએ હાલમાં જ એક મહત્વનો નિર્ણય લઈ વાપીમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોને જલ્દી પુરા કરવા અનોખી પહેલ કરી છે. ભ્રષ્ટાચાર થી ખદબદતી વાપી પાલિકામાં આ પહેલથી ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની નિતી માં માત્ર પોતાનો વિકાસ કરશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ આ પહેલથી કોન્ટ્રાક્ટરો પર જરૂર તવાઈ આવશે. વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ એક અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત દર ગુરુવારે વાપી પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો અંગે જે તે કામના કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી કામની પ્રગતિ અંગે રિવ્યુ મેળવશે. તેમજ જરૂરી કામને જલ્દી પૂર્ણ કરવા તાકીદ કરશે. આ અનોખી પહેલ અંગે મળતી વિગતો ...