વાપી બલિઠા જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં આગ લાગતા 5 કલાક અંધારપટ
સોમવાર-મંગળવારની રાત્રે વાપીના બલિઠા ખાતે આવેલ જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટમાં અચાનક ધડાકો થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર માં મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ 60 જેટલા ફોમના કેરબા ખાલી કરી એકલા ફોમનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
વાપી બલિઠા ખાતે જેટકોના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ વાપી, બલિઠા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારના 5:30 વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. આગની ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ બલિઠા DGVCL કચેરી નજીક આવેલ જેટકોની કચેરીના યુનિટ માં આવેલ પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં કોઈ અગમ્ય કારણ સર સૉર્ટ સર્કિટ થતા મોડી રાત્રે 1 વા...