વાપીમાં 16 લાખની લૂંટને અંજામ આપ્યા બાદ માસ્ટર માઈન્ડ એ જ વિસ્તારના પોલીસ થાણામાં GRD જવાન બની નોકરી કરતો હતો!
વાપી GIDC માં જાન્યુઆરી 2020માં રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્સ્ટાકાર્ટનુ કલેકશન કરવાનુ કામ કરતા કર્મચારી યતિન પટેલનું અપહરણ કરી 16 લાખની લૂંટ કરનાર 4 આરોપીઓને વલસાડ SOG, LCB ની ટીમે દબોચી લીધા છે. જો કે નવાઈની વાત એ છે કે લૂંટમાં માસ્ટર માઇન્ડ એક GRD જવાન જ નીકળ્યો છે કે જેણે પોતાના 3 સાથીદારો સાથે GIDC પોલીસ સ્ટેશન હદમાં જ લૂંટ ને અંજામ આપ્યા બાદ એ જ પોલીસ મથકમાં દોઢ વર્ષથી GRD તરીકે નોકરી મેળવી ફરજ બજાવતો હતો.
વાપી GIDC માં રાઇટર સેફ ગાર્ડ વતી ઇન્સ્ટાકાર્ટનુ કલેકશન કરવાનુ કામ કરતા કર્મચારી યતિન પટેલને 27મી જાન્યુઆરી 2020માં એન.આર.અગ્રવાલ સર્કલ પાસે મોટરસાયકલ પર આવેલા 2 ઈસમોએ બેગમાં રહેલ 16,09,178 રોકડા સાથે અટકાવ્યો હતો. ત્યાર બાદ યતિનના માથામાં ફટકો મારી તુ બે દિવસથી મારી બહેનને હેરાન કરે છે અને છેડતી કરે છે. તુ મારી ગાડીમાં બેસીજા એમ ક...