વાપીની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ દ્વારા વાર્ષિક દિનની “ભારત રંગમહોત્સવ” થીમ પર ઉજવણીમાં વિઘાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથી (એડવોકેટ અને નોટરી) કિરણ ધોધારી, ટ્રસ્ટના ચેરમેન કે.એલ.હરિયા, મેનેજીંગ ટ્રસ્ટી એ.કે.શાહ, ટ્રસ્ટીગણ રમેશભાઈ શાહ અને બિમલ હરીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્ર્મની શરુઆત કરી હતી. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી એ.કે.શાહે શૈક્ષણિક વર્ષ 2000-2002 માં કોલેજ 12 વિદ્યાર્થીઓ થી શરૂઆત કરી હતી અને શૈક્ષણિક વર્ષ 2022-23માં 2300 થી પણ વધારે વિઘાર્થી અભ્યાસ કરતા હોય કોલેજના વિકાસની ગાથા વર્ણવી ગર્વની લાગણી અનુભવી હતી.
આ ઉપરાંત મુખ્ય મહેમાન કિરણ ધોઘારીએ પ્રસંગોપાત ઉદ્બબોધનમાં યુવા વિધાર્થીઓને દેશના વિકાસમાં સહભાગી થવા આહવાન આપ્યુ હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે વર્ષ 2022-23માં શૈક્ષણિક, રમત-ગમત, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ક્ષેત્રે કોલેજના વિકાસનો અહેવાલ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજ તરફથી નજીબ મારીયા (બેસ્ટ ગર્લ), કુંવર ગૌતમ (બેસ્ટ બોય), દુબે શ્રુતિ (બેસ્ટ સ્પીકર) ધોઘારી કરણ (બેસ્ટ સ્પોર્ટ્સ બોય), માહ્યાવંશી દિવ્યા (બેસ્ટ સ્પોર્ટ્સ ગર્લ), સિંગ પ્રેમ (એન.એસ.એસ. બેસ્ટ લીડર બોય), સિંગ આંચલ (એન.એસ.એસ.બેસ્ટ લીડર ગર્લ) તેમજ કોલેજમાં શૈક્ષણિકક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવનારી વિઘાર્થી મોવાલિયા ફોરમેન (એકેડેમિશિયન ઓફ ધ યરનો એવોર્ડ) એનાયત કરાયો હતો.
આ ઉપરાંત ઈન્ટર યુનિવર્સિટી, ઈન્ટર કોલેજની રમત ગમત તેમજ સાંસ્કૃતિક પોગ્રામમાં ભાગ લઈને વિજેતા વિઘાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજ ના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે ટ્રસ્ટીગણો, સ્ટાફગણ તથા તમામ વિધાર્થીઓનો આભાર વ્યકત કરી કોલેજ ના વિકાસ ની શુભેચ્છા પાઠ્વી હતી.