Friday, January 31News That Matters

દમણ-દીવ ના સાંસદ બનતા જ ઉમેશ પટેલે અધિકારીઓને લતાડવાનું શરૂ કર્યું

સંઘપ્રદેશ દમણમાં પ્રશાસનના આલોચક ઉમેશ પટેલ સાંસદ બનવાની સાથે જ આજે નાયક અંદાજમાં જોવા મળ્યા, ડિમોલિશન કરવા આવેલા સરકારી અધિકારીઓને સરાજાહેર લતાડી નાખતા તમામ કર્મચારીઓ ઉભી પૂંછડિયે ભાગવા મજબુર થયા હતા, બન્યું એવું કે નાની દમણ પાંચ રસ્તા નજીક આવેલા એક ઘરના ટોઇલેટ માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો છે, જેને તોડવા માટે તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ કોઈપણ નોટિસ આપવા વગર કે જાણ કર્યા વગર જ પહોંચી ખાળકૂવો તોડવા પહોંચી ગયા હતા,

ઘરનો માલિક UKમાં રહેતો હોય તેને અહીંથી કોઈએ સમગ્ર બાબતે વાકેફ કરતા ઘર માલિકે સીધો જ ઉમેશ પટેલનો સંપર્ક કર્યો હતો, જે બાદ ઉમેશ પટેલ તાત્કાલિક પાંચ રસ્તા સ્થિત ઘરે પહોંચી ગયા હતા, અને ખાળકૂવો તોડવા આવેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને કાયદેસરના ધમકાવી નાખ્યા હતા,

ઉમેશ પટેલે અધિકારીઓને કોઈપણ નોટિસ વગર એક કાંકરી પણ ખરી તો તમારી નોકરી જશે એટલું યાદ રાખજો, જો કોઈ વસ્તુ ગેરકાયદે હોય તો પહેલા નોટિસ આપો અને પછી જે તે માલિકની વાત પણ સાંભળો અને હું લાલુભાઇ નથી, એક પણ વ્યક્તિ સાથે અન્યાય થયો તો તમે તમારી નોકરી ખતરામાં નાખશો એમ કહીને અધિકારીઓને તતડાવી નાખ્યા હતા, જે બાદ ખાળકૂવો તોડવા આવેલા તમામ કર્મીઓ વીલા મોઢે પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *