Friday, October 18News That Matters

દમણ PWD એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ન ચુકવતા કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી

દમણની કોર્ટે આર્બિટ્રેટરના એક ચુકાદામાં દમણ PWD ને કોર્ટમાં રકમ ન ભરતા સામાન જપ્તીનો આદેશ કરી સમાન જપ્ત કરવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટરે વર્ષ 2015-16માં વોટર સપ્લાયને લગતા કરેલા કામોનું કરોડોનું પેમેન્ટ ન ચુકવતા હાઇકોર્ટમાં ગયો હતો.
હાઇકોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત ન્યાયધીશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. આર્બિટ્રેટરે આ કેસમાં દમણ PWD ને કુલ રકમના 50 ટકા રકમ કોર્ટમાં જમા કરવા આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દમણ PWD ના ટેન્ડર મુજબ એસ એલ પટેલ એન્ડ કંપનીને વર્ષ 2015-16માં દમણના ડાભેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સહિત વોટર સપ્લાયને લગતા કામો મળ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કર્યા બાદ PWD એ પેમેન્ટ ન ચુકવતા કોન્ટ્રાક્ટર હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટે સમગ્ર કેસની સુનાવણી અને તપાસ અર્થે નિવૃત ન્યાયધિશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી.
આર્બિટ્રેટરે કોન્ટ્રાક્ટરના પક્ષમાં ચુકાદો આપી ચુકવણીના અંદાજે 6.53 કરોડ 50 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. આર્બિટ્રેટરના આદેશની સામે PWD દમણ ડિસ્ટ્રિકટ કોર્ટમાં અપીલમાં ગયું હતું, આ કેસમાં દમણ કોર્ટે PWD ની ઝાટકણી કાઢીને PWDની ઓફિસમાં રહેલ સામાન જપ્તીનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ પોલીસ બદોબસ્ત સાથે મોટી દમણ સ્થિત PWD ની ઓફિસમાંથી કોર્ટે સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *