Sunday, December 22News That Matters

ભાજપ તાલુકા સંગઠન ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામા સંડોવાયેલ વધુ 3 આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી તાલુકા સંગઠન ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. ગત 8મી મેં ના રાતા શિવ મંદિર બહાર શૈલેષ પટેલની 3 શૂટરોએ ગોળી મારી હત્યા કરી હતી. ઘટનામાં વલસાડ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં મંગળવારે વધુ 3 આરોપીઓની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. કે, શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરોએ ગોળી મારી હત્યા કરી. 8મી મેં ના આ બનાવમાં શૈલેષ પટેલની પત્નીએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં વધુ 3 આરોપીઓ એવા નિલેશ બાબુભાઇ આહીર, મિલનભાઈ વિનોદભાઈ પટેલ અને પરીક્ષિત ઉર્ફે લાલુ નટુભાઈ આહીરની પણ સંડોવણી હોય 6જૂન મંગળવારે તેમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલ ત્રણેય આરોપીઓએ હત્યા કરનાર શાર્પ શૂટરોને અગાઉ પકડાયેલ વિપુલ પટેલની વાડીમાં મુકવા ગયા હતાં. તેમજ હત્યા બાદ પકડાયેલ ઇસમોમાં ઈશારે વાડીમાં પડેલો શૂટરોનો સરસામાન સગેવગે કરવામાં મદદ કરી હતી. આરોપીઓએ શૂટરોનો કેટલો સામાન બાળી નાખવા સહિત નદી કિનારે ફેંકી આવી પુરાવાઓ નાશ કરવાની ભૂમિકા ભજવી હતી. હાલ વલસાડ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા ઉપરાંત અન્ય કેટલાક ઈસમો હજુ પણ પોલીસ પકડ થી દુર હોય તેમને તેમજ હત્યા કરી ફરાર શાર્પ શૂટરોને ઝડપી પાડવા LCB, SOG ની ટિમ બનાવી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શૈલેષ પટેલની હત્યામાં આ અગાઉ પોલીસે શાર્પ શૂટરો પાસે અંગત અદાવતમાં સોપારી આપી હત્યા કરાવનાર કોચરવા ગામ, દમણ, વાપીના શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામિત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે. આ હત્યા માટે શાર્પ શૂટરોનો 19 લાખની સોપારી અપાઈ હતી. જેઓમાં 5 દિવસના રિમાન્ડ પુરા થતા તેને નવસારી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *