Thursday, December 26News That Matters

અમદાવાદના દરિયાપુરમાંથી ઝડપાયું જુગારધામ, 85 લાખના મુદ્દામાલ સાથે 183 જુગારીયાઓની ધરપકડ

અમદાવાદ :- શ્રાવણ માસ આવે એટલે જુગારિયાઓની જાણે મૌસમ આવતી હોય તેમ મોટી સંખ્યામાં જુગારધામ પર પોલીસ દરોડા પાડતી હોય છે જે છેક અનંત ચૌદશ સુધી ચાલે છે. જો કે અમદાવાદમાં પોલીસે શ્રાવણ પહેલા જ મસમોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. જે કોરોનાકાળમાં સેવાની આડમાં ચાલતું હતું.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સોમવારે રાજ્યનું સૌથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. આ જુગારધામ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જિમખાના ક્લબમાંથી ઝડપાયું છે. જેમાં 183 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 9 મકાનમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર રેડ કરી હતી. જેમાં 11 લાખ રૂપિયા રોકડા, 10.56 લાખની કિંમતના 166 મોબાઈલ ફોન, 62.75 લાખની કિંમતના 31 વાહનો, 85 હજારનો અન્ય મુદ્દામાલ મળી કુલ 85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મનપસંદ જીમખાના પર અગાઉ અનેક વખત રેડ પાડવામાં આવી છે. જો કે દરવખતે તેનો સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નાસી છૂટવામાં સફળ થતો હતો. આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુખ્ય સંચાલક ગોવિંદ પટેલને પણ દબોચી લીધો હતો. જેણે કબૂલાત કરી છે, તે 2013થી જુગારની પ્રવૃત્તિ ચલાવે છે.
વિજિલન્સની ટીમે રેડ કરી ત્યારે જુગારીઓ વધુ હોવાથી પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી. સાથે જ સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50 કર્મચારીઓનો સ્ટાફ ઉભો રાખ્યો હતો.
જુગારધામ ચલાવનારે બહાર મુખ્ય માર્ગ પર તમામ જગ્યાએ CCTV લગાડેલા હતાં. અને એક મકાનમાં CCTV કંટ્રોલરૂમ અને નોટો ગણવાની કામગીરી કરવામાં આવતી હતી. પોલીસે નોટો ગણવા માટે બે મશીન અને હજારો કેટના ખોખા કબ્જે લીધા હતાં. પોલીસને વોકી ટોકી પણ મળી આવ્યા છે. જેના પર વાત કરી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. દરિયાપુર મોટી વાઘજીપુરા પોળમાં મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ક્લબની આડમાં 7 બિલ્ડીંગમાં જુગાર રમવા દરરોજ 300 જેટલા જુગારીઓ આવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *