સેલવાસ દુધનિમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે જમીનના મૂળ માલિકે કલેકટર માં લેખિત ફરિયાદ સાથે ગેર કાયદેસર કબજો કરનારે ખોટું વિલ નામું રજૂ કર્યું હોવાને લઇ અન્ય એકે પણ કલકેટર માં ફરિયાદ કરી દાદ માંગી છે.
દાદરા અને નગર હવેલી માં દૂધની ગામે ખોરી પાડા માં રહેતા વિજય લક્ષી ખરપડીયા અને લાહનું બારકું ખરપડીયા એ સેલવાસ કલકેટર માં લેખિત માં અરજી કરી જણાવ્યું છે કે ખાતા નંબર 57 વાળી જમીન સર્વે નંબર 159/1,116/2,141/4,238 વળી જમીન માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાને ખરપડીયા એ બિન કાયદેસર વિલ નામું કરી કબજો કરી લીધો છે જે થી તે વિલ નામું રદ કરવા તેમજ કબજો દૂર કરવા કલેકટર સમક્ષ દાદ માંગી છે.
સાથે સાથે લાહનું બારકું ખરપડીયા એ પણ કલેકટર માં કરેલી અરજી માં જણાવ્યું છે કે ખેડ ખાડા નંબર 78 માં સમાવિષ્ટ સર્વે નંબર 127/1,127/2 આમ કુલ 2 સર્વે નંબર માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાનિયા ખરપડીયા બિનકાયદેસર રીતે કબજો કર્યો હોય તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે આ બન્ને જમીનો માં સાગના ઝાડ તેમજ સરકારી કૂવો સહિત ની મિલકત આવેલી છે અરજદારો જ્યારે કૈક કહેવા જાય તો સામે વાળા ઇસમત રાજુ ખરપડીયા અને રસિક ખરપડીયા ફરિયાદી મેં ઝગડો અને તકરાર કરવા આવે છે ત્યારે કલેકટર ને અરજી કરી ઉપરોક્ત બન્ને ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.