ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના વરદ હસ્તે વલસાડ “શ્રી શ્રીજી સાનિધ્ય” બિલ્ડીંગ માં ડો. આશિષ ગામીત દ્વારા સંચાલિત “અંશ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ” નો રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમીત ચોરેરા, ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢું, નગરસેવક સમીપ રાંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.