વાપીમાં રોફેલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રી જી. એમ. બીલાખીયા કોલેજ ઓફ ફાર્મસી એ NAAC એક્રેડીટેશન માં 2.83(CGPA) B++ ગ્રેડ મેળવી કોલેજના શિક્ષણ ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યું છે.
નવી દિલ્હી સ્થાપિત UGC દ્વારા સ્વાયત્વ એજન્સી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) જે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા તેમજ દુરદર્શીતાના માપદંડોની ચકાસણી કરી માનક આપે છે.
વર્ષ 1999 માં રોફેલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રી જી. એમ. બીલાખીયા કોલેજ ઓફ ફાર્મસી ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવતા અત્યાર સુધીમાં કોલેજ ખાતેથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ઘણા ગોલ્ડ મેડલિસ્ટ તેમજ GTU ટોપ ટેન આપ્યા છે. ઉચ્ચ ગુણવત્તા ભર્યું શિક્ષણ માટે કટિબદ્ધ રોફેલ જી.એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી એ NAAC એક્રેડીટેશન માં 2.83(CGPA) B++ ગ્રેડ મેળવી કોલેજમાં શિક્ષણ ખાતે એક નવું સોપાન સર કર્યું છે.
રોફેલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટીગણે રોફેલ ફાર્મસી કોલેજને અભિનંદન પાઠવ્યા……….
NAAC એક્રેડીટેશન ઉચ્ચ શિક્ષણ માટેની ખાતરી આપે છે. જે મેળવવા કોલેજના NAAC કોર્ડીનેટર ડો. કોમલ પરમાર, કોલેજના તમામ સ્ટાફ તેમજ આચાર્ય ડો. અરવિંદમ પાલે કટિબદ્ધતા દર્શાવી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ રોફેલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટીગણે રોફેલ ફાર્મસી કોલેજને અભિનંદન પાઠવ્યા હતા.