Friday, October 18News That Matters

ઉમરગામ તાલુકાના નરગોલ ખાતે ભંડારી સમાજ નારગોલ દ્વારા વાર્ષિક રમતોત્સવ યોજાયો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નરગોલ ગામે ભંડારી સમાજ નારગોલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી ડિસેમ્બરના રોજ વાર્ષિક રમતોત્સવ તેમજ સમાજ સંમેલન યોજાયું હતું.

ભંડારી સમાજ નારગોલના પ્રમુખ યતીનભાઇ ભંડારીના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઇ યુવાનો માતા બહેનોએ ભાગ લીધો હતો. સમગ્ર રમતગમત સ્પર્ધાનું સંચાલન ભંડારી સમાજ નારગોલ રમતગમત સમિતિના અધ્યક્ષ જયપ્રકાશ ભંડારીએ તેમની ટીમ સાથે કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આગામી 14 જાન્યુઆરીના રોજ ભંડારી સમાજ નારગોલના વાર્ષિક અધિવેશનમાં તમામ વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે.

આ નિમિત્તે લોટસ હોસ્પિટલ વલસાડ દ્રારા ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન જગદંબાધામ ખાતે વિનામૂલ્ય મેડિકલ કેમ્પનું આયોજન પણ કર્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *