ગુરુવારે 28મી એપ્રિલે પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાઇપાવર પ્રોજેક્ટના વિરોધમા મુખ્યમંત્રીને ઉદ્દેશીને પારડી મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક પ્રોજેક્ટ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઢોલ-નગારા-DJ ના તાલે હાથમાં વિરોધ ના બેનર અને સૂત્રો સાથે નીકળેલ વિરોધ રેલીમાં વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતાં.
હાઈપાવર સ્ટેશનના વિરોધમાં રેલી સ્વરૂપે પારડી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરતી વખતે અનંત પટેલે જણાવ્યું હતું કે, તે ગુજરાત નોં ધારાસભ્ય છે. અને સમાજને પડતી મુશ્કેલીઓને વાચા આપવી તેની ફરજ છે. આદિવાસી લોકોની કોઈપણ સમસ્યા હશે તે ઉભો રહેશે અહીં પણ આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. એને માટે લડત લડવાની આંદોલન કરવાની તેની ફરજ છે.
અનંત પટેલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ સરકાર લુલી, બેહરી, આંધળી અને ચોર છે. જેની સામે રસ્તા પર નીકળવું પડશે તો નીકળીને પણ લડીશું. ગોયમાં ગામે ગ્રામ પંચાયતમાં પાવર સ્ટેશન પ્રોજેકટ ને લઈને વિરોધ ઉઠ્યો હોવા છતાં અને પૈસા એક્ટ મુજબ ગ્રામસભામાં પણ વિરોધ નોંધાવ્યો હોવા છતાં પાવર સ્ટેશન સ્થાપવા સરકારે હિલચાલ શરૂ કરી છે.
આ પ્રોજેકટ થી આદિવાસીઓને કોઈ જ ફાયદો થવાનો નથી. ઉદ્યોગપતિઓ ના ફાયદા માટે 20 ગામની જળ, જંગલ, જમીન હસ્તક કરવાની તૈયારી છે. જેની સામે અમારો વિરોધ છે. અને જરૂર પડ્યે હાઇવે જામ કરી ધરણા પ્રદર્શન કરીશુ. આ પ્રોજેકટથી આ વિસ્તારમાં આવેલ આંબાવાડીઓ, ચીકુવાડીઓ, ખેતી ને મોટાપાયે નુકસાન થશે.
વિરોધ રેલીમાં ગ્રામપંચાયતની પરમિશન વગર પાવર સ્ટેશનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું જે કાયમ માટે બંધ કરવા માટેની વાત કરવામાં આવી હતી. રેલીમાં મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, વાંસદા અને ચીખલી ના આદીવાસી ધારાસભ્ય અનંત પટેલ, સંઘર્ષ સમિતિ પ્રમુખ ધીરજ પટેલ આદિવાસી સમાજ ના યુવાનો મોટી સંખ્યામ હાજર રહ્યા હતા. અને જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.