Monday, February 24News That Matters

વાપીમાં 5 દુકાનના 4 વેપારીઓ પાસેથી 3,99,150 રૂપિયાની એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એસેસિરિઝ મળતા કાર્યવાહી

વાપીમાં મોબાઈલ એસેસિરિઝ માટે જાણીતી મોબાઈલ માર્કેટમાં એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ વેંચતા 4 વેપારીઓ સામે એપ્પલ કંપનીના ઓથોરાઈઝડ ડીલર ની ટીમે CID ક્રાઈમ ગાંધીનગરની ટીમને સાથે રાખી રેઇડ કરતા 4 વેપારીઓની 5 દુકાનમાંથી 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવતા વેપારીઓ વિરુદ્ધ ધી કોપીરાઇટ્સ એક્ટ 1957 હેઠળ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધી તમામ ડુપ્લીકેટ એસેસિરિઝ જપ્ત કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વાપીમાં હિના આર્કેડ સહિત આસપાસના શોપિંગ સેન્ટરમાં આવેલ મોબાઈલ એસેસિરિઝ ની દુકાનોમાં શુક્રવારે એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ વેંચતા વેપારીઓની દુકાનમાં CID ક્રાઇમની ટીમ ગાંધીનગરને સાથે રાખી ગ્રીફિન ઇન્ડિયા લિમિટેડ કંપનીના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજાએ 7 જેટલી મોબાઈલ એસેસિરિઝ વેંચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન મોબાઈલ માર્કેટમાં આવેલ જ્યોતિ મોબાઈલ, આર. પી. ટેલિકોમ, નિલકમલ મોબાઈલ એસેસિરિઝ, માં બ્રહ્માણી ટ્રેડર્સ, મહેશ્વરી ટ્રેડર્સ નામની 5 દુકાનોમાંથી 3,99,150 રૂપિયાની એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવતા દુકાનના માલિક અશોક ઉકાજી પુરોહિત, મનસુખ ગોવિંદ પ્રજાપતિ, વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહિત અને મનોજકુમાર દિપક પટેલ સામે ધી કોપીરાઇટ્સ એક્ટ 1957ની કલમ 51, 63, 64 મુજબ વાપી ટાઉનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજાના જણાવ્યા મુજબ તેમને એપ્પલ કંપની તરફથી કમ્પ્લેન મળી હતી કે વાપીમાં આવેલ મોબાઈલ માર્કેટમાં કેટલીક દુકાનના વેપારીઓ એપ્પલ કંપનીના સિમ્બોલવાળા ડુપ્લીકેટ એરપોડ, કેબલ, ચાર્જર, મોબાઈલ કવર વગેરેનું વેંચાણ કરે છે. જે અંગે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર એસ. એમ. ચૌધરી અને તેની ટીમ સાથે પોતાની ટીમના 5 સભ્યોએ મોબાઈલ માર્કેટમાં હિના આર્કેડ સહિતના શોપિંગ કોમ્પ્લેક્ષમાં મોબાઇલની એસેસિરિઝ વેંચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં ઉકાજી અશોક પુરોહિતની જ્યોતિ મોબાઈલ નામની દુકાનમાંથી એપલ કંપનીના  સિમ્બોલ વાળા ડુપ્લીકેટ 88,000 રૂપિયાના 440 મોબાઈલ કવર, 31,500 રૂપિયાની 90 બેટરી, 48,800 રૂપિયાના 61 એરપોડ, 900 રૂપિયાના ઈયર ફોન, ડોક ચાર્જર, કેબલ મળી કુલ 1,69,600 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવી હતી.
અશોક ઉકાજી પુરોહિતની બીજી દુકાન આર. પી. ટેલિકોમમાંથી 74,600 રૂપિયાના 373 મોબાઈલ કવર, 2850 રૂપિયાના 19 એડપટર, 900 રૂપિયાના 9 કેબલ, 2700 રૂપિયાના 3 એરપોડ મળી કુલ 81,050 રૂપિયાની એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવી હતી.
વિષ્ણુકુમાર જેઠાલાલ પુરોહિતની નિલકમલ મોબાઈલ એસેસિરિઝ નામની દુકાનમાંથી 1750 રૂપિયાની 5 બેટરી, 8,800રૂપિયાના 11 એરપોડ, 73,000 રૂપિયાના 365 મોબાઈલ કવર, 600 રૂપિયાના 6 USB કેબલ મળી કુલ 84,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવી હતી.
મનસુખ ગોવિંદ પ્રજાપતિ નામના વેપારીની માં બ્રહ્માણી ટ્રેડર્સ નામની દુકાનમાંથી 32,000 રૂપિયાના 160 મોબાઈલ કવર, 8,600 રૂપિયાના 10 એરપોડ, 450 રૂપિયાના ડોક ચાર્જર મળી કુલ 41,050 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ જપ્ત કરી હતી.
મનોજકુમાર દિપક પટેલ નામના વેપારીની મહેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનમાથી 21,200 રૂપિયાના 106 મોબાઈલ કવર, 1800 રૂપિયાના કેબલ વાયર, 300 રૂપિયાના 2 ડોક ચાર્જર મળી કુલ 23,300 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવી હતી.
એ ઉપરાંત અન્ય બે દુકાનો ખાન મોબાઈલ અને ન્યુ મુંબઈ મોબાઈલ નામની દુકાનમાં તપાસ કરતા કોઈ જ ડુપ્લીકેટ એસેસિરિઝ મળી નહોતી. ટીમે કુલ 7 દુકાનમાં તપાસ કર્યા બાદ 5 દુકાનમાંથી એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવતા 4 દુકાન માલિકો સામે ધી કોપીરાઇટ્સ એક્ટ 1957 ની કલમ 51, 63, 64 મુજબ કોપીરાઇટ્સ ભંગની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જપ્ત કરાયેલ તમામ ડુપ્લીકેટ એસેસિરિઝ ને અલગ અલગ 7 બોક્સમાં પેક કરી વધુ તપાસ માટે કબ્જે લીધી હતી. જેની કુલ કિંમત 3,99,150 રૂપિયા ની અંદાજવામાં આવી છે. મોબાઈલ માર્કેટમાં એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ વેંચવા બદલ દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી થતા અન્ય મોબાઈલ એસેસિરિઝ વેંચતા વેપારીઓ માં ફફડાટ ફેલાયો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *