લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ માહિતીસભર સેમિનારનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર 21મી સપ્ટેમ્બરે વાપીના સેન્ટર ઓફ એક્સીલન્સ/Centre of Excellence (CoE) ખાતે આયોજિત આ સેમિનારમાં GIDC ના DM મનીષા આર. વિસાણા અને DIC વલસાડના જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને GM એવા એમ. કે. લાડાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સેમિનારમાં ભાગ લેવા આવેલા ઉદ્યોગકારો ને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા THE GROWTH AND EMPOWERMENT OF MSMES શીર્ષક હેઠળ આયોજિત આ માહિતીસભર સેમિનારમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેલા DICના જોઇન્ટ કમીશનર અને જનરલ મેનેજર એમ. કે. લાડાણીએ MSMES માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. તો, GIDC ના DM મનીષા આર. વિસાણાએ મજબૂત પાયાનું નિર્માણ: નાના ઉદ્યોગોને સમૃદ્ધ બનાવવા માટે નીતિ માર્ગદર્શિકા પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.વાપીના CoE ખાતે આયોજિત સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન, લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈ પટેલ અને એમની ટીમ તથા લઘુ ઉદ્યોગ ભારતીના ગુંદલાવ, પારડી, વાપી, સરીગામ, ઉમરગામ, દમણ અને સેલવાસ ઈકાઈ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, મહામંત્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. તો, સેમિનારમાં લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ પ્રમુખ અને હોદ્દેદારો, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મિત્રો સહિત ઉદ્યોગકારો મોટી સંખ્યામા હાજર રહ્યા. જેઓએ MSME સેકટર અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.