વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાલવેરી ખાતે અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન અને શ્રીમદભાગવત ગીતા જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 20,21,22. ડિસેમ્બર 2023ના રોજ યોજાશે આ ત્રણ દિવસ નાં કાર્યક્રમ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેનું આયોજકો દ્વારા નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ મા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મહારાષ્ટ્ર નાં મુખ્યમંત્રી એકનાથ સિંધે, દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે. આ કાર્યક્રમનું સંચાલન મહારાષ્ટ્રના નાશિક જિલ્લા ના ધારાસભ્ય દિનકરભાઈ પાટીલ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વાઈસ પ્રેસિડેન્ટ અમોલભાઈ દિનકરભાઈ પાટીલ તથા સરવરટાટી સિંગારટાટી ગ્રુપ ગ્રામ પંચાયત માજી સરપંચ લખમાંભાઈ ખાલિયા સમગ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમા ગુજરાત,મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી ના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે.