Friday, January 31News That Matters

વાપીમાં આયોજિત 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ ફિઝિક્સ ચેમ્પિયનશિપમાં સેલવાસનો અક્ષય પટેલ બન્યો મિસ્ટર વલસાડ

વાપીમાં સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ ફિઝિક્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા બોડી બિલ્ડર્સ વચ્ચે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ માં ભાગ લઈ સેલવાસના અક્ષય પટેલે મિસ્ટર વલસાડ ની ટ્રોફી જીતી હતી.

સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ અને હરક્યુલ્સ જિમ દ્વારા પ્રથમ વખત મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણના વિવિધ જીમમાં પોતાનું શરીર-સૌષ્ઠવ બનાવનાર 50 જેટલા એથ્લેટીક્સે ભાગ લીધો હતો. આ તમામ બોડી બોલ્ડર વચ્ચે કેટેગરી મુજબની સ્પર્ધા યોજાઈ હતી. જેમાંથી 5 શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી કર્યા બાદ ફાઇનલ રાઉન્ડમાં સેલવાસના અક્ષય પટેલને મિસ્ટર વલસાડની ટ્રોફી એનાયત કરી હતી. મિસ્ટર વલસાડ બનેલા અક્ષય પટેલે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત તેમના ઘણા વર્ષોની મહેનતનું ફળ છે.

સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડમાં જનરલ સેક્રેટરી અને હરક્યુલ્સ જિમ ચલાવી વ્યસનમુક્તિનો સંદેશ આપતા અસફાક રાણાએ આ સ્પર્ધાના ઉદેશ્ય અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2007થી વ્યસનમુક્તિ અભિયાન સાથે બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે. મિસ્ટર સાઉથ ગુજરાત, મિસ્ટર ગુજરાતની સ્પર્ધાઓનું આયોજન બાદ આ વખતે મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ નું આયોજન કર્યું હતું. સ્પર્ધામાં અલગ અલગ ગ્રુપમાંથી પ્રથમ 5 વિનર્સ સિલેક્ટ કર્યા હતાં. જે બાદ જજની પેનલ દ્વારા મિસ્ટર વલસાડ માટે અક્ષય પટેલની પસંદગી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિજયી બન્યા બાદ તે હવે સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની ચેમ્પિયનશિપ માં ભાગ લઈ વાપી-વલસાડ-સેલવાસનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.


આ ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની સ્પર્ધામાં દેશના જાણીતા બોડી બિલ્ડર્સ મુરલી કુમાર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ મિસ્ટર વલસાડ બનેલા અક્ષય પટેલને શુભેચ્છા આપી જણાવ્યું હતું કે, યુવાનોએ વ્યસન થી દૂર રહી દરરોજ વિવિધ મનગમતી રમતો રમી શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ. બોડી બિલ્ડીંગ દ્વારા જ તે પોતાની ફિટનેસ જાળવી શક્યા છે. તેનાથી તે મિસ્ટર ઇન્ડિયા બન્યા, નેવીમાં સરકારી નોકરી મળી અનેક એવોર્ડ જીત્યા એટલે શારીરિક કસરત દરેક યુવાનોએ કરવી જોઈએ.


ઉલ્લેખનીય છે કે, યુવાનો સ્વસ્થ તંદુરસ્ત બને, શારીરિક કસરત પ્રત્યે સભાન બને. ખાનપાન પર વ્યસન પર કંટ્રોલ કરી શકે. શરીરને નિરોગી રાખી દવાના ખર્ચથી બચે, આરોગ્ય અને વ્યસનમુક્તિની ઝુંબેશમાં સહભાગી થાય, માસ્ટર્સ ટ્રેનર બની ને, મોડેલિંગ કરીને કે જિમ ખોલી ને રોજગારી મેળવી શકે તેવા ઉદેશ્ય સાથે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 1st મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફિઝિક ચેમ્પિયનશિપ 2022-23માં વિજેતા એથ્લેટિક્સને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી, કેશ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ પણ પોતાની શારીરિક કસરતથી બનાવેલ ખડતલ શરીરનું પ્રદર્શન કર્યું હતું. જે જોવા આવેલા યુવાનોએ ચિચિયારીઓ પાડી તમામ એથ્લેટીક્સને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

વલસાડ જિલ્લાના વાપીમાં VIA હોલ ખાતે 12મી માર્ચે સાંજે 5 વાગ્યે પ્રથમ મિસ્ટર વલસાડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના હરક્યુલ્સ જિમ ના ઑનર અને માસ્ટર્સ મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ મેળવનાર અસફાક રાણાએ આ આયોજન કર્યું હતું. આ ચેમ્પિયનશિપ માં મિસ્ટર વર્લ્ડ મુરલી કુમાર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. 50 એથ્લેટીક્સ વચ્ચે આયોજિત આ ચેમ્પિયનશિપનું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 Comment

  • I’ve been exploring for a bit for any high-quality articles or blog posts in this
    sort of space . Exploring in Yahoo I at last stumbled
    upon this site. Reading this information So i’m satisfied to convey that I’ve an incredibly excellent uncanny feeling I found out just what I needed.
    I such a lot undoubtedly will make sure to don?t omit this website and give it a look on a constant basis.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *