Friday, October 18News That Matters

અધિક શ્રાવણ મહિનાના અનુસંધાને છીરીમાં ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન

વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ગાયક વૃંદ સાથે રામધૂન બોલાવી હતી.

આ અખંડ રામધૂન અને મહાપ્રસાદના આયોજન અંગે કનૈયાલાલ મિશ્રા (મનીષ મિશ્રા) અને મનોજકુમાર ઠાકુરે જણાવ્યું હતું. કે વર્ષ 2005માં આ હનુમાન મંદિરનું નિર્માણ શરૂ કરી વર્ષ 2011માં ભવ્ય હનુમાનજીની પ્રતિમાં સ્થાપિત કરી હતી. તેમની વર્ષોજુની મનોકામના સિદ્ધ થતાં આ મંદિરનું નામ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર રાખવામાં આવ્યું છે. અહીં દરેક ધાર્મિક તહેવારે વિશેષ કાર્યક્રમનું અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે.

હાલમાં અધિક શ્રાવણ મહિનો ચાલે છે. જેને ધ્યાને રાખી અહીં અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં છીરી ગામમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા હનુમાન ભક્તો, રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અખંડ રામધૂન માટે ખાસ ગાયક કલાકારો ને બોલાવવામાં આવ્યા હતાં. જેઓની સંગીતમય રામધૂનમાં ઉપસ્થિત ભક્તોએ પણ પોતાનો સુર પુરાવ્યો હતો.

આ પ્રસંગે વાપીમાં કાર્યરત બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘ અને સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કનૈયાલાલ મિશ્રા આ એસોસિએશન માં પણ જોડાયેલ હોય અખંડ રામધુનના ધાર્મિક કાર્યક્રમ બનતી મદદ પુરી કરવા બિહાર વેલ્ફેર એસોસિએશન ને પણ ખાતરી આપી હતી. અખંડ રામધૂન બાદ આયોજિત મહાપ્રસાદ માં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *