Friday, October 18News That Matters

અજિત પલ્પ એન્ડ પેપરમિલે ગુજરાત સરકાર સાથે 300 કરોડના MoU કર્યા, ડાયરેકટર કાબરીયા અને શાહની લાંબી છલાંગ?

વાપી GIDC અને મોરાઈ GIDC માં પેપરમિલ ઉદ્યોગ ક્ષેત્રે જાણીતા શ્રી અજિત પલ્પ એન્ડ પેપરમિલ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોએ કંપની અને ગુજરાત સરકાર વચ્ચે રૂપિયા 300 કરોડના Memorandum of understanding (MoU) કર્યા છે.

 


ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર કમલ દયાણી, ડો. રાહુલ ગુપ્તા સાથે શ્રી અજીત પલ્પ એન્ડ પે૫૨મીલ્સ લિમિટેડના CMD ગૌતમ શાહ, કંપનીના ડિરેક્ટર યોગેશ કાબરીયા અને વાપી VIA ના સલાહકાર બોર્ડના સભ્ય મિલન દેસાઈની ઉપસ્થિતિમાં આ 300 કરોડનું એમઓયુ કરવામાં આવ્યું હતું.


અત્રે નોંધનીય છે કે, શ્રી અજિત પલ્પ એન્ડ પેપરમિલ લીમીટેડમાં 11ફેબ્રુઆરી 2022થી ગૌતમ શાહ એડિશનલ ડિરેકટર, એ પહેલાં 20 ડિસેમ્બર 2020થી યોગેશ કાબરીયા ડિરેકટર બન્યા છે. કંપનીમાં 2014ની 11 જુલાઈથી દર્શક શાહ ડિરેકટર છે. બેલા શાહ 07 ફેબ્રુઆરી 2015થી Wholetime Director છે.

 

કાબરીયા-શાહની ડિરેકટર તરીકે નિમણૂક બાદ N R અગરવાલ કંપનીના એક યુનિટ ને હસ્તગત કર્યું…….

શ્રી અજિત પલ્પ એન્ડ પેપર લિમિટેડ કંપનીમાં યોગેશ કાબરીયા અને ગૌતમ શાહની ડિરેકટર તરીકે નિમણૂક થયા બાદ કંપનીએ વાપીમાં દમણગંગા નદી કિનારે આવેલી એન. આર. અગરવાલ કંપની ને હસ્તગત કરવા 14 ઓક્ટોબર 2021 ના ​​રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પ્લોટ નંબર 1 પર સ્થિત યુનિટ II ની ખરીદી/સંપાદન માટે એન આર અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે બંધનકર્તા ટર્મ શીટને મંજૂરી આપી હતી અને તેમાં પ્રવેશ કર્યો હતો.

 

ગુજરાત સરકાર સાથે 300 કરોડના MoU કર્યા…..

આ ફેક્ટરી લેન્ડ, બિલ્ડિંગ પ્લાન્ટ અને મશીનરી લાયસન્સ/પરમિશન/ યુનિટ II ની મંજૂરીઓ અને સંબંધિત રેગ્યુલેટરી ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે તે જરૂરી સરકારી/નિયમનકારી મંજૂરીઓ અને એસેટ ટ્રાન્સફર કરારને લગતી કંપનીએ સફળતાપૂર્વક તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી અને NR અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસેથી યુનિટ-II ની સંપત્તિઓ હસ્તગત કરી હતી. જાણવા મળતી વિગત મુજબ આ હસ્તગત કરેલ પ્લાન્ટમાં જ 300 કરોડના MoU ગુજરાત સરકાર સાથે કરવામાં આવ્યા છે.

કંપની ની કમાણી અને અવકની વિગત……..

શ્રી અજિત પલ્પની કુલ આવક અને કમાણીની વિગતો જોઈએ તો 31-03-2022ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં રૂપિયા 419.21 કરોડ અને કોન્સોલિડેટેડ ધોરણે રૂપિયા 21.62 કરોડ હતી. 31-12-2022 થી 02 માર્ચ 2023ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં, શ્રી અજીત પલ્પે રૂ. 86.79 કરોડની આવક અને રૂ. 15.41 કરોડનો નફો નોંધાવ્યો હતો. શ્રી અજીત પલ્પના શેરની કિંમત જોઈએ તો 4 માર્ચ ’23 ના રોજ ₹265.90 હતી. 21મી માર્ચે 270 રૂપિયા થઈ હતી.

 

ઉત્પાદન ક્ષમતાની વિગતો……..

શ્રી અજીત પલ્પ એન્ડ પેપર લિમિટેડની સ્થાપના 23/03/1995ના રોજ પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવી હતી. 13/11/1995ના રોજ પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.  કંપની ઇક્વિટી શેરના જાહેર ઇશ્યુ સાથે બહાર આવી હતી.  1997માં વાર્ષિક 16,500 ટનની ઉત્પાદન ક્ષમતા સાથે ગુણવત્તાયુક્ત ક્રાફ્ટ પેપર બનાવવાની સફર શરૂ કરી. હાલમાં વાર્ષિક 1,08,000 ટન કરી છે. ભારતમાં ટોચના ક્રાફ્ટ પેપર ઉત્પાદકોમાંના એક છે.  પ્રીમિયમ ગ્રેડ ક્રાફ્ટ પેપર – ટેસ્ટલાઈનર (સિંગલ વાયર) અને મલ્ટિલેયર ટેસ્ટલાઈનર (ટ્રિપલ વાયર)ની જીએસએમ રેન્જ 80 – 300 અને BF રેન્જ 20 – 35 નું ઉત્પાદન કરે છે. તમામ પ્રોડક્ટ્સ 100% રિસાયકલ કરવામાં આવે છે.

 

પર્યાવરણ જાળવણીની નેમ…..

જો કે દરેક નવી કંપની જેમાં ખાસ કરીને પેપરમિલ ઇન્ડસ્ટ્રી એક જવાબદાર સંસ્થા તરીકે, હંમેશા પર્યાવરણની કાળજી રાખવાના, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો પ્રયત્ન કરવાના, વેસ્ટ પ્રોડક્ટ ને ‘રિસાયકલ કરવાના બણગાં ફૂંકતી હોય છે. શ્રી અજિત પલ્પ પેપરમિલના ડાયરેક્ટરોએ પણ આવા જ બણગાં ફૂંકયા હશે જે કેટલા અંશે ખરા સાબિત થશે તે તો હવે ઓગસ્ટ 2023 બાદ જ જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *