વલસાડ જિલ્લાના ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ INDO COUNT INDUSTRIES LIMITED કંપનીની Effluent Disposal પાઇપલાઇન ફાટી જતા દમણગંગા નદીનું શુદ્ધ પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. આ અંગે રવિવારે સરીગામ GPCB ની ટીમે પાણીના સેમ્પલ લીધા છે. આ સેમ્પલને એનાલિસિસ કરવા માટે વડી કચેરીએ મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ અને ગાંધીનગર કચેરીના આદેશ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગતો એ. ઓ. ત્રિવેદીએ મીડિયાને આપી છે.
સરીગામ GPCB ના અધિકારી એ. ઓ. ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રવિવારે તેમને જાણકારી મળી હતી કે, દમણગંગા નદીના કિનારેથી દમણ દરિયા સુધી પાથરેલ ભિલાડની INDO COUNT INDUSTRIES LIMITED કંપનીની Effluent Disposal પાઇપલાઇન લીક છે. અને તેનું ગંદુ પાણી દમણગંગા નદીના શુદ્ધ પાણીને પ્રદુષિત કરી રહ્યું છે.
જે જાણકારી બાદ GPCB ની ટીમ દમણગંગા નદી કિનારે પહોંચી હતી. અને પાઈપલાઈન માંથી નીકળતા પાણીના સેમ્પલ લીધા છે. પ્રાથમિક તપાસમાં આ Effluent Disposal પાઈપલાઈન ને કોઈએ બાળી છે. અથવા તોડી નાખી છે. જેને કારણે ગંદુ પાણી નદીમાં ભળી રહ્યું છે. હાલ કલેકટ કરેલા પાણીના સેમ્પલ વડી કચેરીએ મોકલી આપ્યા છે. જેનો એનાલિસિસ રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વાપી નજીકથી પસાર થતી અને દમણના દરિયામાં ભળતી દમણગંગા નદીના કિનારેથી ભીલાડની Hom Textiles બિઝનસક્ષેત્રે જાણીતી INDO COUNT INDUSTRIES LIMITEDની Effluent Disposal પાઇપલાઇન છેક દમણના દરિયા સુધી પાથરવામાં આવી છે. જેની પાઇપલાઇનમાંથી નીકળેલા Effluentથી ભરેલા તળાવને જોતા કદાચ આ પાઇપલાઇન ઘણા દિવસોથી ફાટી હોવા છતાં તે અંગે સંચાલકોએ ઉદાસીન વલણ સેવ્યું હોઈ શકે છે. ICIL કંપનીનું Effluent દમણગંગા નદીમાં જ્યાંથી ભળી રહ્યું છે. ત્યાંથી નદીનું પાણી કાળાશ અને લાલાશ પડતું નજરે આવી રહ્યું છે. નદી કિનારે મોટી માત્રામાં સ્લજ સાથે કાદવ કિચ્ચડના થર જામ્યા છે. આ ગંદુ પાણી જળચર જીવો માટે તેમજ પશુઓ માટે જીવલેણ બની શકે છે.