Sunday, December 22News That Matters

વાપીમાં દિવાળી બાદ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ તેજ ગતિએ આગળ વધશે….! ઉદ્યોગો માટે 2 વર્ષ બાદ દિવાળીનું પર્વ અનેક ખુશીઓ લઈ ને આવ્યું……!

ઉદ્યોગ સંચાલકોનું અને GIDC, GPCB અધિકારીઓનું માનીએ તો આ દિવાળી બાદ પણ વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, ઉમરગામ, ગુંદલાવ સહિતની GIDC માં ઔદ્યોગિક તેજી જોવા મળશે. જેમાં વાપીની વાત કરીએ તો દિવાળી બાદ વાપીમાં આકાર લેનારા 5000 કરોડના ઇન્ડસ્ટ્રીયલ હબની ગતિવિધિ આગળ વધશે. 
દમણગંગા નદી કિનારે 212 એકર જેટલી જમીનમાં બનનાર આ ઇન્ડસ્ટ્રીયલ હબ માં પેપર, ફાર્મા, એન્જીનીયરીંગ જેવા અનેક યુનિટ ઉભા કરવામાં આવશે. અને મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. એ સાથે વાપી GIDC ના તમામ ફેઝ માં અંદાજિત 110 જેટલા ઉદ્યોગો તેમના એકમોનું એક્સપાંશન કરવાની તૈયારી કરી રહ્યા છે.
તો, સરકાર પણ લોકોને સુવિધાઓ આપવા ચણોદથી વલવાડા તરફનો દમણગંગા નદી પર અદ્યતન બ્રિજ બનાવી ટ્રાફિકનું ભારણ હળવું કરશે. ઉદ્યોગોમાં કામ કરતા કામદારો અને ઉદ્યોગપતિઓ ના બાળકો માટે વાપી વિસ્તારમાં અદ્યતન મેડિકલ કોલેજ, સાયન્સ કોલેજ, આરોગ્ય માટે અદ્યતન હોસ્પિટલ જેવા પ્રકલ્પોનું નિર્માણ કરશે. ટૂંકમાં વાપીમાં જેમ તમામ લોકો માટે દિવાળી પર્વ સારું જવાનું છે. તે જ રીતે દિવાળી બાદ શરૂ થતી નવું વર્ષ પણ વિકાસના દ્વાર ખોલનારું સાબિત થશે.
કોરોના કાળ બાદ સરકારની આદર્શ ઔદ્યોગિક નિતીએ દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢ્યો છે. વિદેશી હૂંડિયામણ બાબતે દેશ પહેલી વખત ઐતિહાસિક 5 ટ્રીલયન ડોલરની સપાટીએ પહોંચ્યો છે. ઘરેલુ ઉત્પાદન અને આયાત નિકાસ માં ભારે તેજી જોવા મળી રહી છે. વાપીની જેમ સરીગામ GIDC માં 27 જેટલા મોટા એકમો તેમના ઉદ્યોગોનું એક્સપાંશન કરી રહ્યા છે. રોજગારી નું નવું સર્જન થયું છે. ઉમરગામ GIDC માં પણ 22 જેટલા મોટા ઉદ્યોગો તેમનું એક્સપાંશન કરી રહ્યા છે. આ આખા વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ સારી એવી પ્રગતિ જોવા મળી રહી છે.
વાપીમાં આ દિવાળી બાદ ઉદ્યોગો ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરાશે. કોરોના કાળના 2 વર્ષ બાદ આ આખું વર્ષ ઇકોનોમિની દ્રષ્ટીએ વિશ્વ માં ભારતે ડંકો વગાડ્યો છે. આ દિવાળી પણ ઉદ્યોગો માટે ખુબજ સારી જવાની છે. ત્યારે દેશની સાથે વાપી GIDC, સરીગામ GIDC અને ઉમરગામ GIDC માં ઔદ્યોગિક તેજી જોવા મળી છે. જે આ દિવાળી બાદ વધુ વિકાસની ગતિ સાથે આગળ વધશે.
વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો ગણાય છે. રાજ્યની આર્થિક રાજધાની સમાં આ જિલ્લામાં તમામ પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. કોરોના કાળ દરમ્યાન આમાના મોટાભાગના ઉદ્યોગો બંધ થવાની એરણે હતાં. જો કે છેલ્લા એક વર્ષથી ફરી એકવાર વલસાડ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે. જેમાં આ દિવાળી ઉદ્યોગો માટે ખૂબ જ સારી જવાની આશા ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે. ટૂંકમાં આ દિવાળી જિલ્લાના ઉદ્યોગો માટે, કામદારો માટે, સામાન્ય નાગરિકો માટે, વેપારીઓ માટે રોશનીના ઝગમગાટ ની જેમ ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી છે. અને તે બાદ આખું વર્ષ વિકાસની હરણફાળ ભરતું વર્ષ વીતશે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *