Friday, October 18News That Matters

PM ઋષિ સુનક બાદ બિઝનેસમેન સંજય મોઢવાડિયાની પોલિટિકલ પર્સનાલિટી સૌને આકર્ષી રહી છે

‘સર્વ-સમાજ બંધુ’ની છવિ ધરાવનાર બિઝનેસમેન, સમજસેવી, પોલિટીશયન સંજય મોઢવાડિયા નોર્થ એવિંગ્ટનથી લેસ્ટર સિટી કાઉન્સિલ કંઝર્વેટીવ પાર્ટીના કાઉન્સિલર છે. સંજય મોઢવાડિયાના વિચારો સર્વ-ધર્મ સમભાવના છે. લેસ્ટરમા કોમી તંગદિલી ખતમ કરાવવા સંજય મોઢવાડિયા ઘણાં પ્રયત્નશીલ રહ્યા છે. લોકો અને પોલીસ-પ્રશાસન સાથે સંજય મોઢવાડિયા સારું સંકલન સાધી શકે છે.


લેસ્ટરના બિઝનેસ- પૉલિટિકલ પર્સનાલિટી સંજય મોઢવાડિયાની indo-english બન્ને કોમ્યુનિટીમા લોકપ્રિયતા વધતી જણાઈ રહી છે. પીએમ ઋષિ સુનકથી પણ તેમના નજીકના સંબંધો છે. ઋષિ સુનક તેમના અભિપ્રાય સાંભળે છે. ઋષિ-સંજય બન્ને કંઝર્વેટીવ છે. એથી બન્નેમા સારી ટ્યુનિંગ છે.

 

મિલનસાર અને હસમુખ સ્વભાવ તેમનો બીજો ગુણ છે. ગાંધીજીના પોરબંદરના વતની સંજય મોઢવાડિયા પરિશ્રમની મિશાલ છે. સંજય મોઢવાડિયા જાન્યુઆરી 1994 મા લંડન આવી ફેકટરી મૈનેજર, યૂનિયન લીડર, બિઝનેસમેન બન્યા. પોરબંદરની માટીની તાસીરે સંજયને સ્વાભાવિક પણે સમાજસેવી બનાવ્યા. લેસ્ટર-લંડનમા બિઝનેસ સાથે સંજય મોઢવાડિયાની સોશિયલ એક્ટિવિટી ચાલતી રહી. સામાજિક રચનાત્મક પ્રવૃત્તિઓથી સંજય મોઢવાડિયા ઇંડિયન-એશિયન બાહુલ્ય લેસ્ટરમા સર્વ-સમાજમા જાણિતા થઈ ગયા છે.


સમાજસેવાના પ્રતાપે સંજય મોઢવાડિયા 6 મહીના પહેલા નોર્થ એવિંગ્ટન વાર્ડથી કંઝર્વેટીવ પાર્ટીના કૌંસિલર ચૂંટાયા. બ્રિટેનમા સત્તારૂઢ કંઝર્વેટીવ પાર્ટીના સિપાહી તરીકે સંજય મોઢવાડિયા લેસ્ટર સિટી કાઉન્સિલની મે 2023 મા થનાર ચૂંટણીમા કંઝર્વેટીવ પાર્ટીની પ્રચંડ જીતને લઈ આશાન્વિત દેખાય છે.


લેસ્ટરમા સંજય મોઢવાડિયા એકતાનો સંદેશ બુલંદ કરી રહ્યા છે. તેમના મિત્ર કેશવ બટાકે કહે છે કે ” સંજયભાઈ મોઢવાડિયા જેવા સર્વ-સમાજ હિતૈષી, સેવાભાવી વ્યક્તિને લેસ્ટર-લંડનના રાજકારણમા બહુ આગળ જવું જોઈએ. અહીંના ગુજરાત-દમણ-દીવના યુવાનોને સંજયભાઈથી પ્રેરણા લઈ ફર્શથી અર્શ પર પહોંચવુ જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *