Friday, October 18News That Matters

વલસાડ જિલ્લામાં 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લવાયો

ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ફરાર આરોપીને જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપીના 12 જેટલા ગુના ડિટેક કરવામાં આવ્યાં છે.

ઉમરગામ ખતલવાડા મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગનો ગુનો હોય ઉમરગામ પોલીસે તેને ટ્રાન્સફર વોરંટ દ્વારા ઉમરગામ લાવી વધુ પુછપરછ હાથ ધરી છે. જેમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં વાપીમાં ફાયરિંગ અને આરમ્સ એ્ક્ટ સહિત લૂંટના ગુનામાં આરોપી સંડાવાયો હતો. તે ઉપરાંત ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ 2 ગુના નોંધાયેલા છે. તથા ઉમરગામ મરીન પોલીસ મથકે પણ 1 ગુનો દાખલ છે. આમ અંદાજે 12 જેટલા ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુનાનું ડિટેક્શન કરાયું હતું.

ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાની ચેઇન સ્નેચિંગનો ગુનામાં ઉમરગામ પોલીસ નવસારી જેલમાંથી આરોપીને ઉમરગામ પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *