Monday, February 24News That Matters

વલસાડમાં નિવૃત જીવન ગાળતા ફૂડ સેફટી ઓફિસર વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે ACB એ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

આરોપી અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલ, ઉ.વ.60 સીનીયર ફુડ સેફટી ઓફીસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા,વર્ગ-2 (હાલ-વય નિવૃત તા.31/05/2022) રહેવાસી ધોડીપાડા વાયા સંજાણ તા.ઉમરગામ જિ.વલસાડ હાલ રહેવાસી શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડ વિરૂધ્ધમા અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો પંચમહાલ ACB પોલીસ સ્ટેશન ગોધરા ખાતે દાખલ થયો છે. જેની વધુ તપાસ ACB એ હાથ ધરી છે.

આ કેસ અંગે ACB એ આપેલી વિગત મુજબ આરોપી અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલ, ઉ.વ. 60 સીનીયર ફુડ સેફટી ઓફીસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા,વર્ગ-2 (હાલ-વય નિવુત તા.31/05/2022) રહેવાસી ધોડીપાડા વાયા સંજાણ તા.ઉમરગામ હાલ રહેવાસી શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડનાએ તા.01/01/2002 થી તા.31/12/2019 દરમ્યાન કાયદેસર આવકના સાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂપિયા 20,73,900/- (21.20%) ની મિલકતો પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ધનવાન થવા માટે ગેરકાયદેસર રીતરસમો અપનાવી ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી તે નાણાંનો સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરેલ હોય

અપ્રમાણસરનુ રોકાણ જણાઈ આવતાં આ સબંધે નિયામકશ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના આદેશ અન્વયે પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગોધરા દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અઘિનિયમ 1988 ની કલમ 13(1)(ઇ) સાથે વાંચતા સુધારા અધિનિયમ 2018 ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુન્હો આજ રોજ તા. 06/12/2023 ના રોજ પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે. ગોધરા ખાતે પો.ઇન્સ. જે. આર. ગામીતએ દાખલ કરેલ છે.

જુદી જુદી જગ્યાઓએ એ.સી.બી.ની ટીમો ધ્વારા હાલમાં સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુમાં છે. આ ગુનાની આગળની વધુ તપાસ મદદનીશ નિયામકશ્રી બી. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આર. બી. પ્રજાપતિ પો.ઇન્સ. પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે.ગોધરા કરી રહેલ છે. તપાસમાં આ કરતાં પણ અપ્રમાણસરની મિલકતો વધે તેવી શકયતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *