Thursday, December 26News That Matters

વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?

178- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાઇ રહ્યું છે. આ ચૂંટણી માં ભાજપે તેમના 2 ટર્મના જુના જોગી ભરત પટેલને ત્રીજી વાર હેટ્રિક માટે રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કમલ પટેલને તો, આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાં ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વલસાડ બેઠક પહેલેથી જ ભાજપની સિક્યોર બેઠક મનાતી આવી છે. પરંતુ જેમ ક્રિકેટમાં જીત ટીમ ના પ્રદર્શન પર રહે છે. અને પરિણામ અચાનક પલ્ટી જાય એવી ધારણા વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે છે.
વલસાડ બેઠક પર 1,33,422 પુરુષ મતદારો, 1,30,854 સ્ત્રી મતદારો મળી કુલ 2,64,278 મતદારો છે. વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલના કાર્યકાળ દરમ્યાન રોડ, ગટર, આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવી મહત્વની તમામ યોજનાઓનો લાભ મળ્યો છે. જો કે વલસાડ બેઠકમાં દરિયા કાંઠાનો વિસ્તાર કહેવતો, નાની દાંતી, મોટી દાંતી, તિથલ બીચ સહિતના કાંઠા વિસ્તારમાં પાયાના પ્રશ્નો ઉકેલાયા નથી. આ કાંઠાળ ગ્રામ્ય મતદારો માં ભરત પટેલ સામે ભારોભાર રોષ છે. શહેરી વિસ્તારમાં પણ ભરત પટેલે ખાસ કોઈ (સરકારની યોજનાઓ સિવાય) મહત્વના કામ કર્યા નથી. 2 ટર્મથી ચૂંટાતા ભરત પટેલ કોળી સમાજમાંથી આવે છે. જે સમાજનો આ બેઠક પર ભારે પ્રભાવ છે.
વલસાડ બેઠકના મતદારોનો મિજાજ આ વખતે બદલાયો છે………
બીજા ઉમેદવારો આમ આદમી પાર્ટીના રાજેશ મંગુભાઇ પટેલ ઉર્ફે રાજુ મરચા છે. જેનું શહેરી વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ છે. આપ ના ઉમેદવાર સેવાભાવી માણસ તરીકેની ખ્યાતિ ધરાવે છે. દરેક સમાજને આપત્તિના સમયે હંમેશા મદદરૂપ થતા આવ્યા છે. જેઓને આપમાંથી ટીકીટ મળ્યા બાદ ચૂંટણી પ્રચારમાં તેમણે કોઈ જ કચાસ બાકી રાખી નથી. તેમની લોકપ્રિયતા ભાજપના ઉમેદવારને હેટ્રિક તરફની આગેકૂચમાં રોકી શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કમલ પટેલ જાણીતો ચહેરો તો છે. પરંતુ વર્ષોથી અહીં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. વલસાડ બેઠકના મતદારોનો મિજાજ આ વખતે બદલાયો છે. ભાજપ પરનો ભરોસો ડગમગી ગયો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
વલસાડ બેઠક પર આ વખતે ચૂંટણી લડતાં ઉમેદવારોના નામ જોઈએ તો……
1, કમલ શાંતિલાલ પટેલ, કોંગ્રેસ (Congress), હાથ(Hand)
2, ભરતભાઈ કિકુભાઈ પટેલ, ભાજપ (BJP), નિશાન કમળ (Lotus) 
3, રાજેશભાઈ મંગુભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ઝાડુ (Broom) 
4, કમલેશભાઈ ભરતભાઈ યોગી, સમાજવાદી પાર્ટી (SP) સાયકલ (Cycle) 
5, મહેશ વિનાયક રાવ આચાર્ય, પ્રજા વિજય પક્ષ (Praja Vijay Paksh) ઘડો (Pot) 
6, રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ, ભારતીય રિપબ્લિકન પક્ષ (BRP) ટેબલ (Table) 
7, હેમંતકુમાર ગોપાલભાઈ ટંડેલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કપ અને રકાબી (Cup And Saucer)
વલસાડ બેઠક પર 7 ઉમેદવારો પૈકી મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ છે. મતદારોને ભાજપ પ્રત્યે લગાવ છે. પરંતુ 10 વર્ષથી ધારાસભ્ય પદે ચૂંટાતા ભરત પટેલ સામે અણબનાવ છે. રાજેશ પટેલ માટે કેઝરીવાલ ખુદ વલસાડમાં રોડ શૉ કરી ચૂંટણી પ્રચાર કરી ગયા છે. કેઝરીવાલ ને પણ વલસાડ બેઠક તેમને મળે તેવો વિશ્વાસ છે. કોંગ્રેસમાં કોઈ મોટા નેતા ચૂંટણી પ્રચાર માટે ફરકયા નથી. કોઈ મોટી સભાઓ કે જોરશોર નો પ્રચાર કર્યો નથી. એટલે રાજકીય પાર્ટી તરીકે વલસાડ બેઠક પર ત્રિપાંખ્યો જંગ છે. પરંતુ અસલી ફાઈટ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે.
ભાજપ આ બેઠક જીતે તો પણ વડાપ્રધાન મોદી ની સભા અને ચૂંટણી પ્રચારને કારણે……..
ભરત પટેલને જીત અપાવવા મતદારોને રીઝવવા મોદી સાહેબે સભા કરી ચૂંટણી પ્રચાર કર્યો છે. એટલે રાજકીય વર્તુળોનું માનીએ તો, ભાજપ આ બેઠક જીતે તો પણ વડાપ્રધાન મોદી ની સભા અને ચૂંટણી પ્રચારને કારણે બાકી ભરત પટેલ આ બેઠક પર હેટ્રિક નોંધાવી શકે તે શકયતા નહિવત છે. જો કે વલસાડ ના મતદારો જેમ વર્ષોથી ભાજપને મોકો આપતા રહ્યા છે. તેમાં આ વખતે એક મોકો કેઝરીવાલ ને આપે તેવી ગણતરી પ્રબળ હોય મતદારોને રીઝવવા ભરત પટેલે ભાજપની ટીમ સાથે એડીચોટીનું જોર લગાવ્યુ છે. જે કેટલું કારગત નીવડશે તે 1લી ડિસેમ્બર ના મતદાન બાદ 8મી ડિસેમ્બરે જાહેર થનાર પરિણામ પર અવલંબી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *