વાપીમાં VIA દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) અને નોટિફાઇડ એરિયા ઓથોરિટી (NAA), વાપી સાથે સંયુક્ત રીતે, 21 જૂન 2023 ના રોજ સવારે 7:00 કલાકે વાપી નોટિફાઇડ એરિયા ફાયર સ્ટેશન, યુનિટ – I ખાતે 9 મો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
યોગ – શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ જાળવવાની પ્રાચીન ભારતીય રીત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષો જૂની રીતનો ફરીથી પ્રચાર કરવા અને યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવવા માટે વર્ષ 2015 માં, 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો.
આમ 15 જૂન 2015 ના રોજ પ્રથમ વિશ્વયોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા પણ 21 જૂન 2015 – પ્રથમ યોગ દિવસથી દર વર્ષે, વાપી ઔદ્યોગિક વસાહતની વિવિધ સરકારી સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ યોગ દિવસમાં VIA ના માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા, VIA ના કારોબારી સમિતિના સભ્યો જેવા કે સંજયભાઈ સવાણી, જયસુખભાઈ છાબડીયા, ભગવાનભાઈ અજબાની, નીતિનભાઈ ઓઝા, જીગરભાઈ પટેલ, NAA વાપીના ચીફ ઓફિસર ડી બી સાગર, GIDC વાપીના DEE રાહુલ ખુશવા, GIDC વાપીના DEE (R&B) હિતેશ અમલીયાર, NAA વાપીના વડગામાભાઈ તથા ફાયર ઓફિસર અને ફાયર સ્ટેશનના સ્ટાફના સભ્યોએ NAA વાપીના ભૂતપૂર્વ ચીફ ઓફિસર અને યોગા ટ્રેનર હરીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કર્યો હતો.