Friday, October 18News That Matters

વાપી ટાઉન પોલીસની અનોખી પહેલ, બેંક માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 2 ટીમ દ્વારા મુલાકાત લઈ ચેકીંગ સાથે માર્ગદર્શન પૂરું પાડે છે

વાપી ટાઉન પોલીસે હાલ બેંક માં કે બેંક આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 2 ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ વિવિધ બેંકની શાખામાં જઇ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે બેન્ક કર્મચારીઓને ઉપયોગી માર્ગદર્શન આપી રહી છે.
વાપી ટાઉન વિસ્તારમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંક મળી અંદાજિત 31 જેટલી બેકની શાખાઓ આવેલી છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને, બેંકના કામકાજ માટે આવતા કર્મચારીઓ, ગ્રાહકો કોઈપણ પ્રકારના ડર વિના નાણાકીય અને અન્ય લેવડદેવડ કરી શકે તે માટે વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેકટર ભુપેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન અને સૂચના મુજબ અનોખી પહેલ કરવામાં આવી છે.
ટાઉન પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલની 2 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં એક ટીમ વાપી ચાર રસ્તાથી ડાભેલ ગેટ સુધીના ચલા રોડ સહિતના પટ્ટામાં આવતી તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી, સહકારી બેકમાં તો, બીજી ટીમ ગીતનગર વિસ્તાર અને વાપી ટાઉન વિસ્તારમાં આવતી તમામ રાષ્ટ્રીયકૃત, ખાનગી, સહકારી બેકમાં જઇ બેંક ની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરે છે. બેંક ના CCTV કેમેરા યોગ્ય દિશામાં અને કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરે છે. બેંકના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપે છે.
પોલીસ જવાનોની ટીમ દ્વારા દરરોજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની તમામ બેન્ક શાખાઓમાં આ મુલાકાત લેવાઈ રહી છે. જેમાં બેંકમાં કોઈ મોટી રકમ લેવા આવનાર કે મુકવા આવનાર સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવાની જાણ કરવા તાકીદ કરવામાં આવે છે. તેમજ બેંક આસપાસ કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તેની સમયસર જાણ કરવા બેંકની અંદર અને બહારની સાઈડમાં નજર રાખવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પહેલથી બેંક માં કે બેન્ક આસપાસ કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ ત્વરિત ત્યાં પહોંચી શકે અને ગુનેગારો સામે કાયદાકીય પગલાં લઈ શકે તેવો ઉદેશ્ય હોવાનો ટાઉન પોલીસ ઇન્સ્પેકટર ભુપેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું. સાથે જ બેકના કામકાજ માટે આવતા ગ્રાહકો અને આમ નાગરિકો પણ શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બનતો નિહાળે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપે તેવી અપીલ કરી છે.

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *