રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી વાપી અને EDII દ્બારા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશનનાં સહયોગથી તા. 29 અને 30 જાન્યુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો.
ગુજરાત રાજય દ્બારા સ્થાપિત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી વિભાગની શાખા એવી ગુજરાત રાજય બાયોટેકનોલોજી મીશન કે જે બાયોટેકનોલોજીનુ મહત્વ બાયોટેકનોલોજીમાં ધંધાકી તકો તેમજ બોયોટેકનોલેાજી શાખાનું આવનારા દિવસોમાં મહત્વ સમજાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યાં હતા.
ઉપરોક્રત વિષયનાં અનુસંધાનમાં વાપીની આજુબાજુનાં વિધાર્થીઓમાં બાયોટેકનોલોજી શાખા વિશેની જાગૃતતા લાવવાનાં હેતુસર રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી દ્બારા બાયોટેકનોપ્રીનરશીપ અવરનેશ પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.અનસુયા ભાડલકર કે જેઓ ગુજરાત રાજયની ગુજરાત રાજય બાયોટેકનોલોજી મીશનમાં જોઇન્ટ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે તેમજ અતીથી વિશેષ તરીકે માનનીય શ્રી મુકેશ પટેલ, એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ, સન ફાર્મા પ્રા. લી. સેલવાસનાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી તેમજ રોફેલ ફાર્મસી કોલેજનાં આચાર્ય ડો. અરિન્દમ્ પાલ અને શ્રી મુકેશ પટેલનાં પ્રાસાંગીક ઉદ્બોધનથી કરવામાં આવી હતી. કાર્યક્રમનાં પ્રથમ દિને એન્ટરશીપ નીડ એન્ડ ઈમ્પોર્ટન્સ વિશે પ્રથમ વ્યાખ્યાન શ્રી સચીન પટેલ દ્બારા તેમજ દ્બિતીય વ્યાખ્યાન આયડેન્ટી ફાઈન બીઝનેસ ઓપોરચ્યુનીટી ઈન ફીલ્ડ ઓફ બાયોટેકનોલોજી એન્ડ અલાઈન્સ સેકટર પર ડો. અનસુયા બાડકર દ્બારા કરવામાં આવ્યુ હતુ. દ્બિતીય દિને પ્રથમ વ્યાખ્યાન ક્રિએટીવીટી એન્ડ ઈનોવેશન પર ડો. નફીસા પટેલ, પ્રો. એન્ડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ નારણલાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સીસ નવસારી દ્બારા કરવામાં આવ્યુ તેમજ બીજુ વ્યાખ્યાન ફોર્મ ઓફ ઓર્ગેનાઈઝેશન વિષય પર શ્રી નીકુંજ પરમાર દ્બારા આપવામાં આવ્યુ હતુ.
આ રાષ્ટ્રીય સેમિનારમાં એ.પી.જે અબ્દુલ કલામ કોલેજ સેલવાસ શ્રીમદ રાજ ચંદ્બ વિધાપીઠ ધરમપુર બી.કે.એમ સાયન્સ કોલેજ વલસાડ પીઠાવાલા ફાર્મસી કોલેજ સુરત દમણ ગર્વમેન્ટ કોલેજ દમણ તથા રોફેલ ફાર્મસી કોલેજ વાપી એમ કુલ 6 કોલેજનાં અંદાજે 100 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારનાં કો–ઓર્ડિનેટર શ્રી સચીન પટેલ, ઇન્ટર પ્રીનરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા, અમદાવાદ તેમજ કો–ઓર્ડિનેટર ડો. હિતેશ દલવાડી, પ્રોેફેસર, રોફેલ ફાર્મસી કોલેજ વાપી, તથા સહ કો–ઓર્ડિનેટર કુ. બીજલ પટેલ, પ્રાધ્યાક રોફેલ ફાર્મસી કોલેજ વાપી દ્બારા કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય કક્ષાનાં સેમિનારનાં સફળ આયોજનને આચાર્ય. ડો. અરિન્દમ્ પાલ તેમજ સમગ્ર ટ્રસ્ટી ગણે બિરદાવ્યુ હતુ્.