Saturday, December 28News That Matters

વલસાડ જિલ્લાની 5 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો સહિત કુલ 35 ઉમેદવારો ચૂંટણી જંગમાં

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા. 1 ડિસેમ્બરના રોજ થનારા મતદાન અંગે હવે ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે મેદાનમાં 35 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. જિલ્લાની પાંચ બેઠક પૈકી સૌથી વધુ 9 ઉમેદવારો ધરમપુર બેઠક પર છે અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ આ જ બેઠક પર જોવા મળી રહ્યા છે. 
વલસાડ જિલ્લાની 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 10 ઉમેદવારો હતા, જેમાંથી અપક્ષ ઉમેદવાર રાજેશ ખંડુભાઈ પટેલએ ફોર્મ પરત ખેંચી લીધુ હતું. જેથી ધરમપુર સીટ પર હવે 9 ઉમેદવારો રહ્યા છે. જેમાંથી 3 તો અપક્ષ ઉમેદવારો છે. જેથી આ બેઠક પર ભારે રસાકસીનો માહોલ જામે તેમ છે.
ધરમપુર બેઠક પરના ઉમેદવારો……..
1, અરવિંદભાઈ છોટુભાઈ પટેલ, ભાજપ (BJP), નિશાન કમળ (Lotus)
2, કિશનભાઈ વી. પટેલ, કોંગ્રેસ (Congress), હાથ(Hand)
3, કમલેશભાઈ ઘેલાભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ઝાડુ (Broom) 
4, રતિલાલ વિજરભાઈ હાકર્યા, બહુજન સમાજ પાર્ટી (BSP) હાથી (Elephant)
5, બારાત આનંદભાઈ ડુબીયાભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ઓટોરિક્ષા (Auto Rickshaw) 
7, કલ્પેશ પટેલ, અપક્ષ (Independent) નિશાન કાતર (Scissors)
8, ગાવીત કલ્પેશભાઈ મગનભાઈ, અપક્ષ (Independent) નિશાન ફળો ધરાવતી ટોપલી  (Basket Containing Fruit)
9, ઝીણાભાઈ ધાકલભાઈ કાકડ, અપક્ષ (Independent) બેટ (Bat)
ધરમપુર બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપરાંત અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલ પણ સક્ષમ ઉમેદવાર હોય ચતુષ્કોણી જંગ જામવાનો છે. આ બેઠક પર આદિવાસીઓના વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સામે સતત આંદોલન થતા રહ્યા છે.
178- વલસાડ બેઠક પર 8 ઉમેદવારો હતાં જે પૈકી અપક્ષ ઉમેદવાર ઉર્વશી રોહનભાઈ પટેલ (રહે. માસ્તર રોડ, વલસાડ)એ ફોર્મ પરત ખેંચી લેતા હવે આ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાશે.
વલસાડ બેઠક પરના ઉમેદવારો……..
1, કમલ શાંતિલાલ પટેલ, કોંગ્રેસ (Congress), હાથ(Hand)
2, ભરતભાઈ કિકુભાઈ પટેલ, ભાજપ (BJP), નિશાન કમળ (Lotus) 
3, રાજેશભાઈ મંગુભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ઝાડુ (Broom) 
4, કમલેશભાઈ ભરતભાઈ યોગી, સમાજવાદી પાર્ટી (SP) સાયકલ (Cycle) 
5, મહેશ વિનાયક રાવ આચાર્ય, પ્રજા વિજય પક્ષ (Praja Vijay Paksh) ઘડો (Pot) 
6, રાજેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ, ભારતીય રિપબ્લિકન પક્ષ (BRP) ટેબલ (Table) 
7, હેમંતકુમાર ગોપાલભાઈ ટંડેલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) કપ અને રકાબી (Cup And Saucer)
વલસાડ બેઠક પર 7 ઉમેદવારો પૈકી મુખ્ય ત્રણ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ રહેશે. વલસાડ બેઠક પર સતત વિજય મેળવતા ભાજપના ભરત પટેલ સામે વિકાસના ના કામ, દરિયાઈ ધોવાણ ના પ્રશ્ન ને લઈ કાંઠા વિસ્તારના મતદારોમાં નારાજગી છે. તો શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સેવાકીય પ્રવૃત્તિ ને કારણે લોકપ્રિય છે.
180- પારડી બેઠક પર 7 ઉમેદવારો હતા જે પૈકી અપક્ષ ઉમેદવાર કેતન અરવિંદભાઈ પટેલ (રહે. મુક્તાનંદ માર્ગ, ચલા, વાપી)એ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા હવે 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જે 6 ઉમેદવારોમાંથી 2 અપક્ષ ઉમેદવાર છે.
પારડી બેઠક પરના ઉમેદવારો……..
1, કનુભાઈ મોહનલાલ દેસાઈ, ભાજપ (BJP) કમળ (Lotus) 
2, જયશ્રીબેન પટેલ, કોંગ્રેસ (Congress) હાથ (Hand) 
3, કેતનભાઇ કિશોરભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, સંજયભાઈ પરશોતમભાઈ પરમાર, રાષ્ટ્રીય સમાજ પક્ષ( RSP) કપ અને રકાબી (Cup And Saucer)
5, પટેલ નવીનકુમાર શંકરભાઈ, અપક્ષ (Independent) બેટ (Bat)
6, પ્રવીણકુમાર ભોલા પ્રસાદ સિંગ, અપક્ષ (Independent) માઈક (Mike)
પારડી બેઠક પર ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ છે. તેમ છતાં ભાજપના ઉમેદવાર હોટ ફેવરિટ મનાય રહ્યા છે. જેમની આ ત્રીજી ચૂંટણી છે. જેમાં તે હેટ્રિક નોંધાવશે તેવું અનુમાન લાગવાઈ રહ્યું છે.
181- કપરાડા (અ.જ.જા.) બેઠક પર 7 ઉમેદવારો હતા જો કે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. જો કે આ 7 ઉમેદવારો પૈકી 1 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
કપરાડા બેઠક પરના ઉમેદવારો……..
1, જીતુભાઈ હરજીભાઈ ચૌધરી, ભાજપ (BJP) કમળ (Lotus)  
2, વસંતભાઈ બરજુલભાઈ પટેલ,  કોંગ્રેસ (Congress) હાથ (Hand)  
3, જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાંવિત, આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, વૈચંદભાઈ લલ્લુભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી (BSP) હાથી (Elephant)
5, ગુરવ કમલેશભાઈ શ્રવણભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, સુભાષભાઈ રડકા ભાઈ પટેલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) નિશાન કપ અને રકાબી (Cup And Saucer)
7, ગૌરાંગભાઈ રમેશભાઈ પટેલ અપક્ષ (Independent) નિશાન સ્ટુલ (Stool)
કપરાડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર હોટ ફેવરિટ મનાય છે. પરંતુ તેમણે આ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ આ સીટ ગત પેટા ટર્મમાં જીત મેળવી હોય આ વર્ષે કોંગ્રેસ જીતના પ્રબળ દાવા કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આદિવાસી મતદારોમાં વધુ લોકપ્રિય હોય ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ને સારી એવી ટક્કર આપી મતોનું ધ્રુવીકરણ કરી શકે છે.
182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક પર કુલ 6 ઉમેદવારો વચ્ચે હવે ખરાખરીનો જંગ ખેલાશે. આ બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. તમામ 6 ઉમેદવારો પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડશે. આમ જિલ્લાની પાંચેય બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે તમામ ઉમેદવારોએ મતદારોનું ગણિત ગણી તેઓને રીઝવવા માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.
ઉમરગામ બેઠક પરના ઉમેદવારો……..
1, નરેશભાઈ વજીરભાઈ વળવી કોંગ્રેસ (Congress) હાથ (Hand)
2, પાટકર રમણલાલ નાનુભાઈ ભાજપ (BJP) કમળ (Lotus)   
3, અશોકભાઈ મોહનભાઈ પટેલ (ધોડી) આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, બોચલ હસમુખભાઈ રમણભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI-marxist) હથોડો દાતરડું અને તારો (Hammer, Sickle and Star)
5, મોહનભાઈ રવૈયાભાઈ કોહકેરીયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, વઘાત રવિન્દ્રભાઈ સોમાભાઈ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) નિશાન ઓટો રીક્ષા (Auto Rickshaw)
ઉમરગામ બેઠક પર સતત 4 અને કુલ 5 વખત ભાજપના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. જ્યારે ગત ટર્મમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી 54 હજાર થી વધુ મત મેળવનાર અશોક ધોડીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને ભિલાડ ગ્રામ પંચાયત ના સરપંચ રહી ચૂક્યા છે. જો કે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરે વિકાસના કામોમાં, GIDC ના પ્રદુષણ મામલે, કાંઠા વિસ્તારના માછીમારો માટે જેટી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં 25 વર્ષે પણ ખરા ઉતર્યા ના હોય મતદારોમાં રોષ છે. જેથી આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપની જીતને બ્રેક લગાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *