વલસાડ જિલ્લામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંતર્ગત તા. 14 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર 2022 દરમિયાન ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે વલસાડ જિલ્લા પંચાયતની મેલેરિયા શાખાના સુપરવિઝન હેઠળ થનાર છે.
આ સર્વે અંતર્ગત બાળકોની તપાસ ફાઈલેરિયા ટેસ્ટીંગ સ્ટ્રીપ (એફટીએસ કીટ) દ્વારા કરાશે. જો કોઈ બાળકમાં હાથીપગા રોગના લક્ષણો જણાશે તો તેવા બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે.

ગાંધીનગરથી મંજૂર થઈને આવેલા જિલ્લાના ફાઈલેરિયા રોગના જોખમી વિસ્તારની 43 પ્રાથમિક શાળાઓમાં 5 થી 7 વર્ષના બાળકોમાં હાથીપગા રોગની તપાસ કરાશે.

આ સર્વે દ્વારા જિલ્લામાં ફાઈલેરીયા રોગના સંક્રમણનો ચિતાર મેળવી શકાશે અને રોગની નાબૂદી કરવામાં મદદરૂપ બનશે.

કોને ચેપ લાગવાનો ભય છે?
લસિકાગ્રંથિનો ફાઈલેરીયાસિસ (એલએફ) સામાન્યપણે એલીફેન્ટીયાસિસથી ઓળખાય છે. આ રોગ સામાન્યપણે બાળપણમાં થાય છે. લસિકાગ્રંથિનો ફાઇલેરીયાસિસ મચ્છરના દંશ દ્વારા ફેલાય છે.
લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસના લક્ષણો શું છે?
લસિકાગ્રંથિનો ફાઇલેરીયાસિસ કેટલાક મહિનાઓ કે વર્ષો દરમિયાન મચ્છરના દંશ પછી થાય છે. ફાઇલેરીયાનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા લોકોને આ ચેપ લાગવાનું મોટું જોખમ હોય છે.
હું ચેપ કઈ રીતે અટકાવી શકું?
સૌ પ્રથમ તો મોટાભાગના લોકોને પુખ્ત કૃમિઓ મરે નહીં ત્યાં સુધી કોઈ લક્ષણોની ખબર પડતી નથી. આ રોગ જીવલેણ નથી, પરંતુ તે લસિકાતંત્ર અને મૂત્રપિંડોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. લસિકાતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તેથી પ્રવાહી એકઠું થાય છે અને હાથ, પગ અને છાતીમાં સોજો આવે છે. આ સોજાને લીમ્ફોઇડીમા કહે છે. પુરુષોમાં જનન અંગો પર પણ સોજો આવે છે. તેને હાઇડ્રોસીલ કહે છે. આનાથી ચામડી સખત અને જાડી થાય છે. તેને એલીફેન્ટીયાસિસ કહે છે.
લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસની શું સારવાર છે?
મચ્છરના દંશથી બચવું એ નિવારણનો અન્ય પ્રકાર છે. ફાઇલેરીયાના કૃમિનું વહન કરતા મચ્છરો સામાન્યપણે સાંજ અને વહેલી સવાર વચ્ચેના સમયગાળામાં દંશે છે. જો તમે લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારમાં રહેતા હો તો, નીચેની સાવચેતીઓ લો:
મચ્છરદાની\કીટનાશક પ્રક્રિયા કરેલી મચ્છરદાની હેઠળ સુઈ જવું.
સાંજ અને પરોઢ વચ્ચેના ગાળામાં ખુલ્લી ચામડી પર મચ્છરરોધકનો ઉપયોગ કરો.
લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસની શું સારવાર છે?
પુખ્ત કૃમિના ચેપથી ગ્રસ્ત લોકો દવાનો એક વર્ષનો ડોઝ (ડીઇસી) લઈ શકે છે, જેનાથી લોહીમાં ફરતા માઇક્રોફાઇલેરીનો નાશ થાય છે. આનાથી પુખ્ત કૃમિ મરતા નથી, પરંતુ તેનાથી લોકો બીજાને આ રોગનો ચેપ આપતા અટકે છે. પુખ્ત કૃમિ મરે તે પછી પણ લીમ્ફોઇડીમા થાય છે.