Friday, October 18News That Matters

મોબાઈલ ફોન પર વાતમાં મશગુલ બની રેલવે પાટા ક્રોસ કરી રહેલા વિદ્યાર્થી પર ટ્રેન ફરી વળતા કમકમાટીભર્યું મોત

વાપીની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રેલવે અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થતા અરેરાટી ફેલાઈ છે. તો, એ જ સમય ગાળામાં અન્ય એક યુવક પર ટ્રકનું પૈડું ફરી વળતા તેનું પણ મોત નીપજ્યું છે. વાપીમાં અને વલસાડ જિલ્લામાં દર મહિને રેલવે પાટા ક્રોસ કરતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે લગભગ 15 થી 20 જેટલા લોકોના મૃત્યુ નિપજી રહ્યા હોવાનું બિનવારસી મૃતદેહોને લઈ જવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં એ ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને જણાવ્યુ હતુ.
મોબાઈલ ફોન પર વાત કરતી વખતે બેધ્યાન બનતા લોકો મોત ને ભેટી રહ્યા છે. ત્યારે રેલવે કે રોડ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો એવી અપીલ બિનવારસી મૃતદેહોને લઈ જવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં એ ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને કરી છે. તેમણે વિગતો આપી હતી કે, વાપીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળાનો 18 વર્ષીય વિદ્યાર્થી મોબાઈલ ફોન પર કોઈ સાથે વાતોમાં મશગુલ બની રેલવે પાટા ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક આવેલી રેલવેમાં કપાઈ જતા મોતને ભેટ્યો હતો.
વાપી-વલસાડ જિલ્લામાં આવી દર મહિને 15 થી 20 ઘટનાઓ બને છે. જેમાં અનેક રીતે ઉપયોગી ગણાતો મોબાઈલ મોતનું કારણ બન્યો છે. ઇન્તેખાબ ખાને લોકોને અપીલ કરી હતી કે, મોબાઈલ નો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. ક્યારેય પણ રેલવે કોર્સ કરતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત ના કરો. આ પ્રકારનું બેધ્યાનપણું મોતનું કારણ બને છે. તો, બીજી એક ઘટનામાં મોટાપોન્ઢા માર્ગ પર એક 40 વર્ષીય યુવકને ઓવરટેક કરવા જતાં બાઇક સવારે ઉડાડયો હતો. જેમાં પાછળ આવતી ટ્રકના પૈડાં યુવકના માથા પરથી પસાર થતા તેનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બંને મૃતકોના મૃતદેહોને ઇન્તેખાબ ખાનની સંસ્થા જમીયત ઉલેમાં એ ટ્રસ્ટ વાપીના સભ્યો એમ્બ્યુલન્સ માં નાખી ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવ્યા હતાં. જેમના કમકમાટીભર્યા મોત અંગે લોકોને અપીલ કરી હતી કે, લોકો રેલવે કે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખી પોતાની અમૂલ્ય જિંદગી ને એળે ના જવા દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *