સરીગામ ખાતે આવેલ શ્રીમતિ, શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી જીત પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ‘અંડર – 16 boys’ ક્રિકેટની રમત માટે નેશનલ કક્ષાની રમત માટે પસંદગી પામ્યો છે.
જીત પટેલે ક્રિકેટ પ્રત્યે પોતાની મેહનત,ઉત્સાહ અને ધગશની સાથે સાથે શાળાના રમત- ગમતના શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન,પ્રેકટીસથી નેશનલ લેવલ ક્રિકેટ માટે પસંદગી પામ્યો છે.
જીત પટેલની નેશનલ ક્રિકેટ કક્ષાની પસંદગી અને તેને તાલીમ આપનાર શિક્ષકોને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા, ટ્રસ્ટી કુ. કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવાર અને લક્ષ્મી શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આગામી ક્રિકેટ સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.