શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં સોમવારના રોજ “વિશ્વાસ ઓવરસીઝ” દ્વારા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વિશેષ સેમિનારનું આયોજન શિક્ષાપત્રી હોલમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર અસોસિએટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી. દેસાઈ દ્વારા થયુ હતું.
આ સેમીનારમાં શ્રી જીગ્નેશભાઈ પઢીયાર જેઓ આત્મીય ઇન્સ્ટીટયુટમાં બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજેર તેમજ આત્મીય ઇન્સ્ટીટયુટમાં કાઉનસેલર આરીફ મલિક દ્વારા વિદેશમાં શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં શિક્ષણવિદો, વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને વિશેષજ્ઞો દ્વારા વિવિધ દેશોમાં ઉચ્ચ અભ્યાસની તક, એડમિશન પ્રક્રિયા, વિઝા પ્રક્રિયા, સ્કોલરશિપ, અને રહેવાની સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિશ્વાસ ઓવરસીઝના સંસ્થાપક અને સંસ્થાના એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સેમિનાર દ્વારા અમે વિદ્યાર્થીઓને તેમના સપનાને સાકાર કરવામાં સહાયરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. યોગ્ય માર્ગદર્શન અને માહિતી દ્વારા તેઓને શ્રેષ્ઠ યુનિવર્સિટી અને કોર્સ પસંદ કરવા મદદ કરવામાં આવશે. વિશ્વાસ ઓવરસીઝ નો ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ ગુજરાતી વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ મેળવવાની તક મળી રહે અને તેઓ તેમના કારકિર્દીમાં નવી ઉંચાઈઓને સર કરી શકે.
આ સેમિનારમાં ખાસ કરીને જ્યોર્જિયામાં સ્થિત SEU યુનિવર્સિટી વિષે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. SEU યુનિવર્સિટી જ્યોર્જિયાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે, જે MBBS, BBA, MBA, IT અને NURSING જેવા અભ્યાસક્રમો માટે વિખ્યાત છે. MBBS માટે WHO અને MCI (NMC) દ્વારા મંજૂર પ્રોગ્રામ ઉપલબ્ધ છે, તેમજ MBA માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કોર્સ ઓફર કરવામાં આવે છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે SEU યુનિવર્સિટીમાં આધુનિક લેબ્સ અને લેટેસ્ટ મેડિકલ સાધનો તેમજ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી અને વૈશ્વિક સ્તરના કોર્સ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ઇન્ટર્નશીપ સવલતો, સલામત કેમ્પસ અને સાહજિક ટ્યુશન ફી અને સ્કોલરશિપ જેવી વિશેષતાઓ ઉપલબ્ધ છે.
આ સેમિનાર બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમિન ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ અને તમામ સ્ટાફે સૌનો અભાર માન્યો હતો.