Friday, January 31News That Matters

કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં નશાબંધી, કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, ભ્રુણ હત્યા નિવારણ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા મહિલા અનેે બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW અને કપરાડા વિનયન અને વાણિજય કોલેજ દ્વારા કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં ગ્રામ પંચાયત ખાતે પંચપ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, ભ્રુણ હત્યા નિવારણ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં, કપરાડા કોલેજના પ્રોફેસર સંદિપભાઈ ટંડેલ દ્વારાં તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ પ્રોફેસર દીપકભાઈ પટેલ દ્વારા નશા બંધી તેમજ કુરિવાજો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. DHEW ના કર્મચારી જીગ્નેશ પટેલ દ્વારા દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ બાબતે વિસ્તૃત જાણકારી આપી મહિલા લક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના, બેટી બચાવો બેટીપઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર અભયમ મહિલા હેલ્પલાઈન 181 વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

સેમીનારમાં દીક્ષલ ગામના સરપંચ સંગીતાબેન મોહનભાઈ, ડેપ્યુટી સરપંચ, રતનભાઈ રામુભાઇ ગાંગોડા, ગામના સામાજીક કાર્યકર્તા અવિનાશભાઈ મનુભાઇ ભોયા, માહદુભાઈ રાવજીભાઈ, કુંડલભાઈ સિત્યાભાઈ લાંગે વગેરે એમ કુલ 50 લોકો ઉપસ્થિતિ રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *