તા. 28/08/2023 ના રોજ “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત” જિલ્લા મહિલા અનેે બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW કર્મચારી દ્વારા અતુલ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર ખાતે ડ્રોપ આઉટ કિશોરી ઓને વોકેશનલ ટ્રેનીંગમાં પ્રવેશ અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ”જિલ્લા મહિલા અને બાળ અધિકારી” દ્વારા ડ્રોપઆઉટ કિશોરીઓને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ લેવા વિગતવાર માહિતી આપી. અને ત્યારબાદ ” દહેજ પ્રતિબંધક ” અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજના ની માહિતી આપી, તેમજ અતુલ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સિપાલ દ્વારા સંસ્થામાં ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ ની વિગતવાર માહિતી PPT દ્વારા માહિતી આપવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં કુલ 38 ડ્રોપ આઉટ કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 21 ડ્રોપ આઉટ કિશોરીઓએ વિવિધ ટ્રેનિંગમાં એડમિશન લેવામાં આવેલ છે. અને ત્યાર બાદ DHEW દ્વારા કાર્યક્ર્મમાં આભારવિધિ કરી કાર્યક્ર્મ પુર્ણ જાહેર કરી, અને તમામ ડ્રોપઆઉટ કિશોરીઓ અને તેમના વાલીઓ ને ટ્રેનિંગ સેન્ટર ની મુલાકાત કરાવવામાં આવી હતી.