Friday, October 18News That Matters

નારગોલ માલવણ બીચ ખાતે જહાજને લાંગરવામાં આવતા સાધનનો એક ભાગ કાંઠે તણાઈ આવ્યો

નારગોલ માલવણ બીચ ખાતે સવારે ભરતીના પાણીમાં સિલિન્ડર આકારનો સમુદ્ર જહાજનો સામાન કિનારે આવતા ગ્રામ પંચાયતના સરપંચે મરીન પોલીસને જાણ કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માલવણ બીચ ખાતે સવારના સમયે ભરતીના પાણીમાં છ ફુટ વ્યાસ તેમજ આઠ ફૂટ લાંબા કદનું સિલિન્ડર આકાર વજનદાર નારંગી રંગનું થરમોકોલ અને લોખંડની ધાતુની બનાવટ વાળુ સામાન દરિયા કિનારે આવી પડ્યું છે. આ પ્રકારનો સામાન માલવણ બીચ ખાતે આવ્યો હોવાની જાણ નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ગામીતને ટેલીફોનિક જાણ કરી હતી. જાણ થતાની સાથે જ મરીન પોલીસની ટીમ માલવણ બીચ ખાતે પહોંચી હતી. ભારે વજનના કારણે દરિયાની અંદરથી આવેલ સામાન કિનારાથી 100 ફૂટ અંદર ખડકમાં અટકી પડેલ છે જે આગામી ભરતીના પાણીમાં કિનારા સુધી આવ્યા બાદ સ્થાનિક પોલીસ સામાનનો કબજો લેશે.

દરિયાની અંદરથી આવેલ સામાન સમુદ્ર જહાજને લાંગરવામાં આવતા સાધનનો એક ભાગ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સામાન કયા જહાજનું છે તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. દરિયાના અંદરથી નારંગી રંગનું આવેલ સામાન જોવા માટે સ્થાનિક લોકોના ટોળે ટોળા માલવણ બીજ ખાતે દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *