વાપીની રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની ઘટક કોલેજ રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસીમાં, પ્રોટીઓમિકસ, જીનોમિકસ અને બાયોઈન્ફોર્મેટિકસ–ઈન ડ્રગ ડિસ્કવરી ઉપર તા. ૯–૮–ર૦ર૪નો શુક્રવારના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ વર્કશોપ ગુજરાત રાજયની ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) શાખા દ્બારા વિધાર્થીઓમાં બાયોટેકનોલોજીનાં જ્ઞાનને વધારવાની સરકારશ્રીની પહેલ અંતર્ગત છે. આ વર્કશોપનાં પ્રાંસગિક ઉદ્બોધનમાં રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ PRIP રોટેરીયન શ્રીકલ્યાણભાઈ બેનર્જી એ પ્રોટીઓમિકસ, જીનોમિકસ અને બાયોઈન્ફોર્મેટિકસ–ઈન ડ્રગ ડિસ્કવરી શાખાની લાક્ષણિકતાઓ તેમજ આ વિષયો માનવ સમાજને ઉપયોગી કેવી રીતે થાય તે વિષે વિસ્તૃત માહિતી આપી તથા વિધાર્થીલક્ષી ગુજરાત સરકારની (GSBTM) શાખાની પહેલને બિરદાવી હતી.આ વર્કશોપમાં રોફેલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રી રોટેરીયન ભરતભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી રોટેરીયન પ્રફુલભાઈ દેવાણી, ટ્રસ્ટીશ્રી રોટેરીયન રાકેશભાઈ પટવારી તથા રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખશ્રી હાર્દિકભાઈ શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓનો તેમજ વર્કશોપની સંચાલન સમિતિનો ઉત્સાહ વધાર્યો હતો
રોફેલ ફાર્મસી કોલેજ દ્બારા ભાગ લેનાર વિધાર્થીઓને શ્રેષ્ઠ તેમજ ઉત્તમ જ્ઞાન મળી રહે તે માટે જે તે વિષયનાં ઉત્કૃષ્ટ વકતાઓને આમંત્રિત કરાયા હતા.જે પૈકી અમદાવાદની એલ.એમ. કોલેજનાં પ્રોફેસર ડો. ગૌરાંગ શાહે. માઈક્રો એરે ઈન લીડ આઈડેન્ટીફીકેશન પર, બારડોલીની માલીબા ફાર્મસી કોલેજનાં પ્રોફેસર ડો. શ્રી કાંત જોશી એ ઝીંક ફીંગર પ્રીન્ટીંગ વિષય પર તથા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ડો. રાજેશ પટેલે સુપર ડ્રગ્સ VS સાઈન્સ એન્ટીમાઈક્રોબીયલ રેસીસ્ટન્સ એન્ડ ડ્રગ ડીસ્કવરી વિષય ઉપર પોતાના અનુભવજન્ય જ્ઞાન વિધાર્થીઓને આપ્યુ હતુ.
આ વર્કશોપ હેઠળ ગુજરાતની વિવિધ કોલેજના અંદાજીત ૧ર૦ વિધાર્થીઓ તેમજ રીસર્ચ સ્કોલર સાથે પ્રાધ્યાપકોએ પણ ઉત્સાહભેર ભાગ લઇ વર્કશોપની શોભા વધારી હતી. આ વર્કશોપનાં ભાગ રૂપે પોસ્ટર પ્રેઝેન્ટેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનું મૂલ્યાંકન સુરતની ભગવાન મહાવીર કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડો. રોનક ડેડાનીયા તથા વડોદરાની પારૂલ યુનિવર્સિટીનાં એસોસિયેટ પ્રોફેસર ડો. તુલારામ બારેાટ દ્બારા કરી સર્વશ્રેષ્ઠ વિધાર્થીને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર વર્કશોપનાં કો–ઓર્ડિનેટ શ્રીમતી હર્ષિદા પટેલ તથા ડો. હિતેશ દલવાડી તથા વર્કશોપ સંચાલન સમિતીને કોલેજના આચાર્યશ્રી ડો. અરિન્દમ્ પાલ તથા સમગ્ર ટ્રસ્ટી ગણે અભિનંદન પાઠવ્યા હતા.