Sunday, March 2News That Matters

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એક દિવસીય સેમિનાર તેમજ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા યોજાઇ

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે તારીખ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૫, શુક્રવારના રોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને  ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશન (GSBTM) તેમજ  કોલેજ પ્રાયોજિત “બાયો-ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં તાજેતરના વલણો અને પડકારો” ના  વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો એક દિવસીય સેમિનાર તેમજ “બાયોટેક્નોલોજી: ટ્રાન્સફોર્મિંગ મેડિસિન્સ એન્ડ હેલ્થકેર” ના વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે સી.કે. પીઠાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, સુરતના પ્રિન્સિપાલ ડૉ. ધીરેન પી. શાહ, ડૉ. ડી.વાય. પાટીલ  સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ (ડૉ. ડી.વાય. પાટીલ ધ્યાન પ્રસાદ યુનિવર્સીટી) પુણેના પ્રોફેસર ડૉ. રીતેશ પી. ભોળે, શ્રી નારણજીભાઈ લાલજીભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી, ઉમરાખના પ્રોફેસર ડૉ. અશોક એચ. અકબરી અને રોસારી બાયોટેક લિમિટેડ સેલવાસના સી.ક્યુ.એ. વિભાગના હેડ શ્રીમતી તેજલ પાંડે તેમજ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઉમરાખ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી લલિત ચૌધરી અને પૂજા આર. મિસ્ત્રી  અને તથ્ય ફાર્મસી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઝલક એચ. દેસાઈ અને કાજલ કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહની સંપૂર્ણ અધ્યક્ષતા આશ્રયદાતા પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી દ્વારા  દીપ પ્રજ્વલન કરી  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આવા સેમિનારનું મહત્વ સવિસ્તાર જણાવી તેમણે આ રાષ્ટ્રીય સેમિનારના આયોજન માટે કોલેજ દ્વારા કરવામાં આવેલ ટીમ વર્કની પ્રશંસા કરી હતી. ઇવેન્ટની શરૂઆત ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ આકર્ષક સ્વાગત નૃત્ય અને પ્રાર્થના દ્વારા કરી હતી.

આ સેમિનારનું માર્ગદર્શન એકેડેમિક કેમ્પસ ડિરેક્ટર અને ઇવેન્ટ ના કો-પેટ્રન ડૉ. શૈલેષ વી. લુહાર, કોલેજના આચાર્યશ્રી અને સેમિનારના કન્વીનર ડૉ. સચિન બી. નારખેડે,  કો-ઓર્ડિનેટર પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ અને કો-કો-ઓર્ડિનેટર અસિસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંહના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. તેમજ ટેકનિકલ સંચાલન પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડે દ્વારા થયું હતું. સેમિનારના શરૂઆતમાં પ્રિન્સિપાલ ડૉ. સચિન બી. નારખેડેએ ફાર્માસ્યુટિકલ સાયન્સમાં બાયોટેક્નોલોજીનું મહત્વ અને તેનું સંશોધન કોઈપણ સંશોધકો માટે તેનું જ્ઞાન ખુબ જ જરૂરી છે એ વિશે વિદ્યાર્થીઓને ટૂંકમાં સમજણ આપી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અસોસિએટ પ્રોફેસર ડૉ. નેહા દેસાઈ  અને આસિસ્ટન્ટ પ્રોફેસર શિવાંગીની આર. દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સંશોધકો, ઉદ્યોગ વ્યાવસાયિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સહિત ૧૩૫ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત નિષ્ણાંત વક્તાઓએ કેન્સર થેરાપી માટે ઉભરતી ટેક્નોલોજીઓ, આરોગ્યની સુધારણા માટે ભવિષ્યમાં બાયોટેકનોલોજી, બાયોપ્રોસેસિંગમાં પ્રગતિ અને તેમની ઔદ્યોગિક એપ્લિકેશનો પર પ્રકાશ, બાયોટેકનોલોજીની ભૂમિકા અને સમાજ પર તેની અસર વિશે વિસ્તૃત ચર્ચા કરી સહભાગીઓને નવીનતમ વલણો, સંશોધનની સફળતાઓ અને બાયોફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું અન્વેષણ જેવા મહત્વના મુદાઓ રજુ કર્યા હતા.

તદુપરાંત પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તેમના નવીન વિચારો અને સંશોધન તારણોનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાએ ઉભરતા વૈજ્ઞાનિકોને તેમનું કાર્ય રજૂ કરવા અને ઉદ્યોગના નિષ્ણાંતો અને શિક્ષણવિદો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ મેળવવાની ઉત્તમ તક મેળવી હતી. પોસ્ટર પ્રેઝન્ટેશનના તમામ વિજેતાઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં પ્રથમ ઇનામ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજનો વિદ્યાર્થી આશિષકુમાર પ્રજાપતિ, દ્વિતીય ઇનામ  તથ્ય ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની  સૈયદ તેઈયેબાહબેગમ અને તૃતીય ઈમાન દમણની, યુ.એસ.વી. લિમિટેડ કંપનીની સ્ટાફ  હેમાંગીની હળપતિએ મેળવ્યું હતું. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઈ-સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા. ઇવેન્ટના અંતે કો-ઓર્ડિનેટર ડૉ.અનુરાધા પી.પ્રજાપતિએ તમામ સમિતિઓ અને હિતધારકોનો  આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

આ સેમિનાર બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમિન ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય અને સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેએ તમામ સંચાલકો, ઉપસ્થિત વક્તાઓ અને ભાગ લેનાર દરેક વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *