વાપી મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જે બજેટમાં કરેલ જોગવાઈ મુજબ વિકાસના દરેક કામોની સમયસર અમલવારી થઈ શકે. તેના જરૂરી આયોજન સાથેના રોડ મેપની ચર્ચા કરવા શનિવારે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના નોટિફિકેશન નં. KV-11 of 2025-UDUHD/COC/e-file/18/2024/6141/P Section Dt.01-01-2025 થી વાપી નગરપાલિકા અને આજુબાજુમાં આવેલ 11 ગામોને સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે. જે મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત કરેલ છે.
જે બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ સમયસર અમલવારી થઈ શકે તે હેતુથી વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા જરૂરી આયોજન કરી આગામી એક વર્ષ દરમ્યાન કરવાના કામો અંગે એક રોડ મેપ તૈયાર કરવામાં આવેલ છે.
જે કામે કનુભાઈ દેસાઇ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતમાં વાપી મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા તા.15/03/2024ને શનિવારના રોજ સવારે 11:00 કલાકે વાપી મહાનગરપાલિકાના સભાખંડમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ મિટિંગ બાદ તે અંગેની માહિતી નગરજનો પણ સરળતાથી મળી રહે તે હેતુથી કનુભાઈ દેસાઇ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ દ્વારા બપોરે 12:00 કલાકે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવેલ છે.
“Well explained, made the topic much easier to understand!”