Tuesday, February 25News That Matters

વાપી NAA ના ચેરમેન યોગેશ કાબરીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, વિકાસની વિવિધ ગ્રાન્ટ માટેની ચર્ચા બાદ સર્વ સંમતિથી બહાલી અપાઈ 

વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના અધ્યક્ષ યોગેશભાઈ કાબરીયા ની અધ્યક્ષતામાં અને વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના સભ્યો એવા વાપી જીઆઇડીસીના વિભાગીય મેનેજર શ્રીમતી મનીષા વિશેન, પ્રાદેશિક મેનેજર દિનેશભાઇ પરમાર, વાપી નોટિફાઇડ વિસ્તારના ના મુખ્ય આધિકારી દેવેન્દ્ર સાગર, વીઆઇએ ના પ્રમુખ સતિષભાઈ પટેલ, વીઆઇએ ના માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા, ઉદ્યોગકારો તરફથી મગનભાઈ સાવલિયા, અને  રહેણાંક વિસ્તારમાંથી હેમંતભાઈ પટેલ ના હાજરી માં વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના બીજી બેઠક યોજાયેલ હતી. 

આ બેઠકમાં નીચે મુજબના એજન્ડા ની ચર્ચા કરી ને સર્વ સંમતિ થી બહાલી આપવામાં આવી હતી…

સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન સેન્ટર (DPMC) સ્થાપવા માટે રકમ રૂ. 48.48 કરોડ ની સહાય ની મંજૂરી સરકારશ્રી તરફ થી મળેલ. જે મંજૂરીને ધ્યાને લઇ કામગીરીના ટેન્ડર પ્રક્રિયા માટે તજજ્ઞની નિમણુંક કરવાની મંજૂરી આપવામાં આવી.

જીઆઇડીસી વાપી ખાતે ઇન્ટકેવેલ ના નવીનીકરણ માટે એ. આઈ. આઈ. યોજના હેઠળ સરકારશ્રીમાં પ્રોજેક્ટ મુકવા માટે રકમ રૂ. 30.11 કરોડ ના અંદાજ ને મંજૂરી આપવામાં આવી.

વાપી વસાહતમાં વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે આવેલ સર્વિસ રોડ તથા વરસાદી પાણી ના નિકાલ માટેની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી આપી ટેન્ડર પ્રકિયા કરવા સભા માં જણાવવામાં આવ્યું.

વાપી ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલની માળખાકીય સુવિધામાં અપગ્રડેશન કરવા જુદી જુદી સંસ્થાઓના તથા અલગ અલગ ઔદ્યોગિક વસાહતોના સર્વે કરી તજજ્ઞની નિમણુંક કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ વસાહતમાં ચાલતા રોડની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું.

વધુમાં રહેણાંક વિસ્તારમાં આવેલ રામલીલા ઉદ્યાનને રી-ડેવલોપમેન્ટ કરવા માટેની ડિઝાઇન નક્કી કરી આગામી દિવસોમાં ટેન્ડર પ્રકિયા કરવા સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *