Friday, December 27News That Matters

વાપીની હરિયા હોસ્પિટલમાં શરૂ થશે કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, દેશમાં અઢી લાખ દર્દીઓ છે

વાપીની હરિયા હોસ્પિટલમાં આગામી એક થી 3 મહિનામાં નિયમિત કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા મળવાથી કિડનીની બિમારીથી પિડાતા દર્દીઓને મુંબઈ કે અમદાવાદ સુધી જવું નહી પડે અને મેટ્રો શહે૨ જેવી જ હોસ્પિટલની સુવિધા અહી ઉપલબ્ધ થશે. 
 
આ અંગે રોટરીયન કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી હરિયા હોસ્પિટલ વાપીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગની સ્થાપના માટે કામ કરી રહ્યા છીએ. હવે અમારા ડૉક્ટરો અને સ્ટાફની ટીમની મહેનતથી અમે તે હાંસલ કર્યું છે. હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવા માટે જરૂરી પરવાનગી મળી છે. તેમણે ઉમેર્યું કે અમે રેનલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માટે ડોકટરો અને સ્ટાફની ટીમને તાલીમ આપી છે. ફુલટાઇમ નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટ પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી રેડિયોલોજી અને ઇન્ટેન્સિવિસ્ટ સહિત અન્ય વિભાગો ઉપલબ્ધ છે.
આ સેન્ટરમાં 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ ધરાવતા ડો. વેણુગોપાલ વિભાગનું નેતૃત્વ કરશે તે કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ખૂબ જ જાણીતા તબીબ છે. તેઓ કેરળ સરકારની મેડિકલ કોલેજમાંથી યુરોલોજી વિભાગના પ્રોફેસર અને હેડના પદ પરથી નિવૃત્ત થયા છે.
ડૉ.એસ.એસ. સિંઘએ કહ્યું હતું કે આશરે 5 લાખ દર્દીઓને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. જેમાંથી 2.5 લાખને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. 2.5 લાખમાંથી માત્ર 7500 દર્દીઓએ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી બાકીના દર્દીઓ જાગૃતિ અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધાના અભાવે કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતા રહે છે. અને આખરે આ દુનિયા છોડી દે છે. ઘણા બ્રેઈન ડેડ દર્દીઓ જ્યાં તબીબી રીતે (4નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે) કોઈ વ્યક્તિને પાછા જીવવાની આશા ન હોય તેઓ તેમના મહત્વપૂર્ણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરી શકે છે અને 9 દર્દીઓને જીવન આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વાપી સહિત વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ મળી અંદાજિત 500 જેટલા કિડની પેશન્ટ છે. જેઓ હાલ ડાયાલીસીસ પર સારવાર લઈ રહ્યા છે. જેમાં દરરોજ વધારો નોંધાઇ રહ્યો છે. તો, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને અન્ય લોકોમાં આ બીમારી વધુ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો કિડનીની બીમારી પ્રત્યે જાગૃત ના હોય આયુર્વેદિક કે અંધશ્રદ્ધામાં કરાતી સારવારનો લાભ લઇ બીમારીને વકરાવી મૂકે છે. ત્યારે ગામલોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ જરૂરી હોવાનું અને કિડની ખરાબ થયા બાદ નજીકના સબંધીઓની કિડની લઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું વધુ હિતાવહ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *