વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી રોડ પર આવેલ Phompek નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ લાગેલી આગને બુઝાવવા ઉમરગામ નગરપાલિકા અને ઉમરગામ GIDC ના ફાયરને બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોએ ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં કંપનીમાં લાખોની મશીનરી અને પ્રોડકટ બળીને ખાખ થયા હતાં.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે કંપનીમાં ભીષણ આગ લાગી હતી. શનિવારે વહેલી સવારે ફોમપેક નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સવારે 6:30 વાગ્યે અગમ્ય કારણોસર આગ લાગ્યા બાદ દોડધામ મચી ગઇ હતી. આગને બુઝાવવા ઉમરગામ પાલિકા ફાયર અને ઉમરગામ GIDC ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચારેક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ફોમપેક કંપનીમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી હતી. આગને કારણે કંપનીમાં રહેલી મશીનરી અને તૈયાર પ્રોડકટ તેમજ રોમટિરિયલ બળીને ખાખ થયું હતું. ફાયરના જવાનોએ ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભીષણ આગ ની જ્વાળા