26મી નવેમ્બરે દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા ત્રિરત્ન સર્કલ ચણોદ થી છીરી, નવીનગરી ક્રિકેટ મેદાન સુુધીની ભવ્ય સંવિધાન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડર ના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
26મી નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે આયોજિત આ ભવ્ય રેલી અંગે સંવિધાન ગૌરવ સમિતિ ના સંયોજક ભીમરાવ કિશનરાવ કટકે એ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં સંવિધાન તૈયાર કર્યું હતું. જે ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલના સુપ્રત કર્યું હતું. ત્યાર પછી 26 જાન્યુઆરી 1949 ના દિવસે ભારત દેશમાં લોકશાહી પ્રણાલિકા મુજબ તે લાગુ કરાયું હતું.ત્યારથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આજના આ મહત્વના દિવસ અંગે સંવિધાન ગૌરવ સમિતિ વાપી, દમણ, સેલવાસના સંયોજક ભીમરાવ કિશનરાવ કટકે એ જણાવ્યુ હતુ કે દેશના લોકો જાગૃત બને છે. ભારત દેશમાં આ સંવિધાન દિવસ કેમ મનાવે છે તેની જાણકારી મેળવે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશનું સંવિધાન માત્ર એક જાતિ પૂરતું મર્યાદિત નથી. ભારત દેશનું સંવિધાન તમામ જાતિ, ધર્મ, ભાષા અને દેશના તમામ જાતિના નાગરિકને સમાનતા આપે છે. પરંતુ ભારત દેશના સંવિધાનનો ખરો અમલ થતો નથી.
બંધારણ અનુસાર કોઇ પણ કામ થતું નથી. આ બંધારણ દેશ માટે ફાયદામાં હોવા છતાં ભારત દેશના શિક્ષિત વર્ગ સહિત ભારત દેશના વકીલ વર્ગએ ખાલી ક્રાઇમના ધંધા સુધી જ તેને સીમિત રાખ્યું છે. સંવિધાન શું છે? કેટલા આર્ટીકલ છે? કોના માટે? દરેક જાતિ ધર્મ માટે શુ છે એ અંગે અભ્યાસ કરવામાં આવતો નથી. ત્યારે તે અંગે લોકોમાં જાગૃતિ આવે આ દેશના દરેક ઘરમાં સંવિધાન ની નકલ હોય તેનું વાંચન કરશે તો દેશનો વધુ વિકાસ થશે.
સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા આયોજિત આ રેલી ત્રીરત્ન સર્કલ, ચણોદ, વાપીથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તિરંગો, અને અન્ય સમાજ સંસ્થાના ઝંડા લઈને તીરંગા મોટરસાઈકલ રેલીમાં જોડાયા હતાં. બાઇક-કાર અને અન્ય વાહનો સાથેની આ રૈલીનું ચણોદથી પ્રસ્થાન થયા બાદ ભડકમોરા, ચાર રસ્તા થઈ ઇમરાન નગરથી કોપરલી ચાર રસ્તા ગાંધી સર્કલથી વૈશાલી સર્કલ, ગુંજન ચોક થઈ છીરીમાં નવીનગરી ક્રિકેટ મેદાન ખાતે સમાપન થયું હતું.