Friday, October 18News That Matters

વલસાડમાં આઠ મહિના અગાઉ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કરી સીલ કરેેેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગી!

વલસાડ તાલુકાના કુંડી હાઇવેના ઓવરબ્રિજ પાસે આવેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે વલસાડ અને અતુલ  કંપનીના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર બે કલાકના ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
 
આઠ મહિના અગાઉ MD ડ્રગ્સ પકડાયા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ હાઈવે ઉપર આવેલ શરદ પટેલની ગોલ્ડન કેમિકલ નામની બંધ કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઇ હતી. આ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ પોલીસે કંપનીને સીલ કરી દીધી હતી ત્યારે બપોરે અચાનક કંપનીમાં આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપમાં આખી કંપની બળી ને ખાખ થઈ ગઈ હતી.
આજુબાજુના લોકો એ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ ન બુઝાતા સ્થાનિકોએ વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમને ફોન કર્યો હતો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર બિગેડ બોલાવવામાં આવ્યા હતા ત્યાર બાદ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે ઉઠેલા ધુમાડાના ગોટેગોટાથી આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.
આગમાં કંપની સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આગ લાગવાનું કારણે અકબંધ છે. કંપની છેલ્લા આઠ મહિનાથી બંધ હતી આગ લાગતા તમામ કંપનીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે ડુંગરી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *