Saturday, December 21News That Matters

વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ દિવસ અંતર્ગત સાફસફાઈ અને જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી

સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન – શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અંતર્ગત તા.૦૨/૧૨/૨૦૨૩ ના રોજ વલસાડ જિલ્લાની વાપી સહિતની નગરપાલિકા માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.

નગરપાલિકા તથા NGO સંસ્થાઓ તેમજ મહાનુભાવો દ્વારા સર્કિટ હાઉસ થી તિથલ બીચ વિસ્તારની સફાઈ અને નો યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ ઝુંબેશ, શણની થેલીઓનું વિતરણ તથા સ્મશાનભૂમિ ખાતે વૃક્ષારોપણ, ઉમરગામ નગરપાલિકા દ્વારા સાયકલ રેલી, બીચની સાફસફાઈ, પારડી પાલિકા દ્વારા નડતરરૂપ વૃક્ષો તેમજ ગાંડા બાવળ કાપવાની કામગીરી, જાહેર રસ્તાઓની સાફ સફાઈ તેમજ રાત્રી સફાઈ, ધરમપુર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગની સાફ સફાઈની તેમજ વાપી નગરપાલિકા દ્વારા ને.હા.ન.૪૮ ગોવિંદા કોમ્પ્લેક્ષ થી પેપીલોન હોટેલ સુધી કામગીરી હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *