Tuesday, October 22News That Matters

વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા ‘World Blood Donor Day’ નિમિત્તે હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું કરાયું આયોજન

14મી જુનને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. માનવ જિંદગીને બચાવવામાં રક્તનું અમૂલ્ય મહત્વ છે. જે અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તેવા ઉદેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને તેમજ વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા ‘World Blood Donor Day’ નિમિત્તે વાપી GIDC માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.વાપી તેમજ આસપાસના વિસ્તારમાં દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે GIDC લાયન્સ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ સેન્ટર તે જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. જો કે, હાલમાં દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ વર્તાતી હોય છે. જેને નિવારવા વાપીના 3rd ફેઈઝમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પ અંગે કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે, દર વર્ષે 14મી જુનને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસંધાને વાપી રક્તદાન કેન્દ્રના કમલેશ પટેલે રક્તદાન કેન્દ્રમાં પડતી રક્તની ઘટ નિવારવા રક્તદાન કેમ્પના અયોજનનું સૂચન કર્યું હતું. જે બાદ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તનું દાન મહાદાન છે. અનેક વખત દર્દીઓની મહામૂલી જિંદગી બચાવી શકાય છે. જેમાં કંપનીના કર્મચારીઓ પણ સહભાગી થાય, અન્ય ઉદ્યોગો માં પણ આ પહેલ કરવામાં આવે તેવા ઉદેશ્ય સાથે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *