વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. જેમાં દમણગંગા નદીના પુલ પર એક અજાણ્યા વાહને એક બાઈક ચાલકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક હવામાં ફંગોળાઇને નીચે પટકાતા તેમનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજયું હતું.
અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો .ટક્કર એટલી ગંભીર હતી કે મૃતકના શરીરના બે ભાગ થઈ ગયા હતા. ઘટના બાદ હાઇવે પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.
ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મૃતકની ઓળખ કરવા સહિતની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.