Friday, October 18News That Matters

વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ માટે મેકિંન્ટર્ન દિલ્હી અને કલકત્તાની IIM E-cell દ્વારા 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ અંગે સેમિનારનું આયોજન

વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ વાપી ખાતે 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 7 અને 8 ડિસેમ્બરે આયોજિત આ સેમિનારમાં દિલ્હીની મેકિંન્ટર્ન સંસ્થાએ કલકત્તાની IIM E-cell ના સહયોગમાં ટ્રેનિંગ વર્કશોપ યોજ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓ દેશમાં અને વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. તે અંગે માર્ગદર્શન અને તાલીમ મેળવી પોતાના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવી શકે તે આ સેમિનારનો ઉદેશ્ય છે.
વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ ખાતે આયોજિત 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ સેમિનાર અંગે કોલેજના આસિસ્ટન્ટ ફેકલ્ટી ડૉ. યતિન વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના B ટાઉનમાં આવેલ કોલેજને અપગ્રેડ કરવા સાથે આવી કોલેજના વિદ્યાર્થીઓમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તેવા ઉદેશયથી દિલ્હીની જાણીતી મેકિંન્ટર્ન સંસ્થાએ ભારતના તમામ IIM સાથે ટાઈ-અપ કર્યું છે. જેઓ IIM ના અને સંસ્થાના ટ્રેનર્સ દ્વારા B ટાઉન કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ અને માર્ગદર્શન આપી પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે.
જે અંતર્ગત વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ ખાતે આ 2 દિવસીય એન્ટરપ્રિન્યોરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના 37 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. દિલ્હીની મેકિંન્ટર્ન સંસ્થા અને કલકત્તાની IIM E-cell ના આ પ્રોજેકટ માં IIM ના નિષ્ણાંત ટ્રેનર્સ દ્વારા વર્કશોપમાં વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ટ્રેનર્સ દ્વારા વિદ્યાર્થીઓને નેશનલ-ઇન્ટરનેશનલ લેવલે એકઝપોઝર મળે દેશ-દુનિયામાં એન્ટરપ્રિન્યોરશિપ ક્ષેત્રે કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેનાથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, વાપી જેવા સામાન્ય શહેરના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને તે માટે દિલ્હીની મેકિંન્ટર્ન સંસ્થા અને કલકત્તાની IIM E-cell ના સહયોગમાં આયોજિત ટ્રેનિંગ વર્કશોપમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશમાં અને વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. તે અંગે ઉપયોગી માર્ગદર્શન અને તાલીમ મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *