Friday, October 18News That Matters

વાપીમાં પીસલીલી સ્પા માં 4 યુવતી પાસે મસાજ કરાવવા આવેલા 3 ગ્રાહક, મેનેજર ઝડપાયા

વાપી :- વાપી-ચલામાં પીસલીલી મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. કોરોનાની મહામારીમાં પણ યુવતીઓના કોમળ હાથથી મસાજની મજા માણવા વંઠેલ યુવાનો નવસારી, દમણ અને સેલવાસથી વાપીમાં ગોરખધંધા માટે નામચીન સ્પા કમ પાર્લરમાં મોજ માણવા આવી રહ્યા છે. જેને પોલીસ જેલની હવા ખવડાવી રહી છે.

કોરોના મહામારીમાં પણ મસાજ પાર્લરમાં મસાજ કરવા આવેલા 3 ગ્રાહકો, સ્પાનો મેનેજર અને સ્પા માં કામ કરતી 4 યુવતીઓને વાપી ટાઉન પોલીસે જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા હતાં. વાપીમાં ચલા ખાતે શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે બુધવારે આ રેઇડ કરી હતી. સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર, 4 યુવતીઓ અને 3 ગ્રાહકો સામે વાપી પોલીસ સ્ટેશને IPC કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાપી ટાઉન પોલીસે પીસલીલી સ્પા પાર્લરમાં રેઇડ કરી હતી. જેમાં સ્પા નો મેનેજર કરણ કુમાર દાસ પીલ્લે તેમજ સ્પા માં કામ કરતી 19 વર્ષથી 27 વર્ષની 4 યુવતીઓ હાજર હતી. સ્પામાં 3 ગ્રાહકો નવસારીનો સુરેશ ગોંડલીયા, સેલવાસનો દેવેન્દ્રસિંગ અને દમણનો અરવિંદકુમાર શર્મા પણ હાજર હોય તમામની અટક કરી ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. પકડાયેલ તમામ ઈસમો વિરુદ્ધ ટાઉન પોલીસે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી જતી. 
ઉલ્લેખનીય છે કે પીસલીલી સ્પા નામે ચાલતા પાર્લરવાળા કોમ્પ્લેક્ષમાં સપ્તાહ પહેલા પણ રેઇડ કરવામાં આવી હતી. જે વખતે અન્ય એક સ્પામાં કામ કરતી ત્રણેક મહિલા અને 2 ગ્રાહકોની અટક કરવામાં આવી હતી. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પણ યુવતીઓના કોમળ હાથથી મસાજની મજા માણવા વંઠેલ યુવાનો નવસારી, દમણ અને સેલવાસથી વાપીમાં ગોરખધંધા માટે નામચીન સ્પા કમ પાર્લરમાં મોજ માણવા આવી રહ્યા છે. જેને પોલીસ જેલની હવા ખવડાવી રહી છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *