શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન વરસાદના વિઘ્ન છતાં રક્તદાતાઓએ ઉત્સાહ દાખવ્યો હતો. જેના ફળ સ્વરૂપ રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંક દ્વારા 238 યુનિટ અને શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક દ્વારા 303 યુનિટ મળી કુલ 541 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાનને મહાદાન કહેવાય છે કારણ કે ઘણીવાર જીવન બચાવવા માટે રક્ત ખુબજ ઉપયોગી થઇ પડે છે. આ ચોમાસાની ઋતુ દરમિયાન વાપીની બ્લડ બેંકોને લોહીની ભારે અછતનો સામનો કરવો પડતો હોય છે, આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, શનિવારે 22મી જુલાઈએ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન(VIA) અને મહેસાણા જિલ્લા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા સંયુક્ત રીતે, વાપીની બે મુખ્ય બ્લડ બેંક શ્રીમતી પૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક અને રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંકને સાથે રાખીને વી.આઈ.એ. ઓડિટોરિમ ખાતે, “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવાવમાં આવ્યું હતું, જેમાં 500 યુનિટ બ્લડ કલેક્ટ કરવાનું બીડું ઝડપ્યું હતું,
આ “મહારક્તદાન શિબિર”નું ઉદ્દઘાટન ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનો સાથ સહકાર આપી અને તેને સફળ બનાવવા માટે વી.આઈ.એ. ના પ્રમુખ સતિષ પટેલ દ્વારા વી.આઈ.એ.ની બ્લડ ડોનેશન કમિટીના તમામ સભ્યો, વી.આઈ.એ. ના સભ્યો, ઉદ્યોગકારો, વેપારીઓ, કામદારો તથા જાહેર જનતા તેમજ રક્તદાતાઓને આપવામાં આવેલ કીટના દાતાઓ – સાવલા લેમિનેટ્સ, એક્રા પેક (ઈ) પ્રા. લિ., વેલસ્પન લિ., જ્યુપિટર રેઇનકોટ (પદમ પ્લાસ્ટિક), યુનિવર્સલ હેલ્થકેર (પ્રશાંત ડાય કેમ) અને VBOTT નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત વ્યક્ત હતો.
આ શિબિરમાં વી.આઈ.એ.ના ઉપપ્રમુખ મગન સાવલિયા, વી.આઈ.એ.ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર્સ એવા એ.કે.શાહ, મિલનભાઈ દેસાઈ, વી.આઈ.એ.ની બ્લડ ડોનેશન કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મેમ્બર્સ પ્રકાશ ભદ્રા, હસમુખ પટેલ, કેતન ઠક્કર અને જતીન મોનાની, મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ, વી.આઈ.એ. ના સભ્યો એવા હેમંત પટેલ, શ્રી વી.આર.પટેલ, મનોજ પટેલ, સુરેશ એમ. પટેલ, મિતેશ દેસાઈ, વિરાજ દક્ષિણી, રાહુલ પટેલ, દેવેન્દ્ર પટેલ, ભગવાન અજબાની, મુન્ના શાહ, મેહુલ પટેલ, નિમેષ સાવલા, જોય કોઠારી, જીગર પટેલ અને વી.આઈ.એ.ના અન્ય સભ્યો તથા મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.